Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

મેડિકલ-પેરા મેડિકલના વિદ્યાર્થીઓને કોવીડ સહાયક તરીકે મોકલવાના નિર્ણય સામે વાલીઓમાં વિરોધ

ઓલ ગુજરાત મેડિકોઝ પેરેન્ટ્ઝ એસોસિએશને સરકારના નિર્ણયને વખોડ્યો

અમદાવાદ : મેડિકલ અને પેરા મેડિકલના વિદ્યાર્થીઓને કોવીડ સહાયક તરીકે મોકલવાના સરકારના નિર્ણંયનો વાલીઓમાં વિરોધ ઉઠ્યો છે,સરકારે જાહેર કર્યાં મુજબ મેડિકલ તથા પેરામેડિકલના પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ અને તૃતીય વર્ષ એમ ત્રણેય વર્ષમાં ભણતા તમામ વિદ્યાર્થીઓને કોવિડ સહાયક તરીકે મોકલવા કહેવાયું છે

 આ મામલે ઓલ ગુજરાત મેડિકોઝ પેરેન્ટ્ઝ એસોસિએશનના પ્રમુથ જ્યોર્જ ડાયસ કહ્યું હતું કે રાજ્ય સરકારે કોરોના મહામારીની લડાઈમાં શિક્ષકોનો ઉપયોગ કર્યાં બાદ હવે મેડિકલ તથા પેરામેડિકલના કુમળીવયના બાળકોનો ઉપયોગ કરે તે બિલકુલ યોગ્ય નથી.
 વિદ્યાર્થીઓને ફરજિયાત કોવિડ સહાયક તરીકે હાજર રહેવા આદેશ આપવા સાથે વિદ્યાર્થીઓ હાજર નહીં થાય તો તેમને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં અને તેમની ગ્રાન્ટ પાસ કરવામાં નહીં આવે તેવી ધમકી આપી છે.વાલી અને વિદ્યાર્થીઓ પાસે કોવિડ કામગીરીમાં ભાગ લેવા માટે બાંહેધરી પત્ર પણ લખાવાયો છે  ત્યારે આ મામલે એસોસિએશને સરકારના આ નિર્ણયને કડક શબ્દોમાં વખોડી કાઢ્યો છે અને કોવિડ સહાયક તરીકે વિદ્યાર્થીઓને મોકલવા માટે સખત રીતે મનાઈ ફરમાવી છે.

(10:53 pm IST)