Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

સ્ટેચ્યુ ઓફ યુનિટીના UDS કર્મચારીઓની ગાંધીગીરી : ચાર કલાક તડકામાં ઉભા રહીને વિરોધ પ્રદર્શન કર્યું

બે મહિનાથી પગાર નહીં મળતા રોષે ભરાયા :L&Tએ પેમેન્ટ કરી કર્મચારીઓને એક મહિનાનો પગાર આપી દેવાયો

રાજપીપળા: નર્મદા જિલ્લામાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 70 જેટલા લોકો સિક્યુરિટીમાં કામગીરી કરે છે.આ તમામ કર્મચારીઓ બે મહિનાથી પગાર નહિ થતા રોષે ભરાયા હતા, પગારની માંગ સાથે તેઓએ ગાંધીગીરી કરી વિરોધ નોંધાવ્યો હતો.એ તમામ કર્મચારીઓ પગારની માંગ સાથે સવારે ચાર કલાક સોશિયલ ડિસ્ટન્સમાં ઉભા રહી વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓના વિરોધને લઈને ઉચ્ચ આધિકારીઓમાં પણ દોડધામ મચી ગઈ હતી.જો કે સાંજે એક મહિનાનો પગાર કરી દેવામાં આવ્યો હતો.

લોકડાઉન દરમ્યાન બંધ સ્ટેચ્યુ ઓફ યુનિટી(Statue of Unity)ની સુરક્ષા માટે પણ સિક્યુરિટીની ટીમો બોલાવવામાં આવતી હતી.આ તમામ કર્મચારીઓ UDS સર્વિસ હેઠળ કામ કરે છે પણ કોન્ટ્રાકટ L&T નો છે.એટલે L&T UDS ને પેયમેન્ટ કરે તો જ આ સિક્યુરિટી ગાર્ડનો પગાર થાય.હવે અનલોક જાહેર થયું અને સિક્યુરિટીમાં કામ કરતા 70 જેટલા કર્મચારીઓનો બે મહિનાથી પગાર ન થતા તેઓ રોષે ભરાયા હતા.

 સ્થાનિક લોકોનું આ જ નોકરી પર ઘર નિર્ભર હોય છે, સિક્યુરિટી કર્મચારીઓની માંગ પણ વ્યાજબી છે.તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી(Statue of Unity) પરિસરમાં સવારે હાજર થયા અને ત્યાથી પોતાના પોઈન્ટો પર જવાની જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સ સાથે સવારે 8 વાગ્યાથી 12 વાગ્યા સુધી ઉભા રહી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધને લઈને આધિકારીઓમાં દોડ ધામ થઈ એટલે L&T એ પેમેન્ટ તાત્કાલિક કરી કર્મચારીઓને એક મહિનાનો પગાર આપી દેવાયો હતો.

અત્રે એ ઉલ્લેખનીય છે કે મુખ્ય કોન્ટ્રાકટ L&T નો છે એટલે UDS ને પેયમેન્ટ થાય એ માટે ઉચ્ચ સ્તરીય વાટા ઘાટો ચાલી રહી હતી એટલે પગારમાં વિલંબ થયો હોવાનું જાણવા મળ્યું છે.

(10:44 pm IST)