Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

અમદાવાદ મનપા દ્વારા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની યાદી જાહેર : નવા 17 એરિયા ઉમેરાયા : કુલ સંખ્યા 228 થઈ

જૂના 10 વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટમાંથી મુક્ત કરવાનો નિર્ણય

અમદાવાદ: શહેરમાં આવેલા 218 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી 10 વિસ્તારોમાં કોરોનાની સ્થિતિ સામાન્ય થઈ છે. અહીં કોરોના સંક્રમણ પર કાબૂ આવ્યા બાદ તેને કન્ટેનમેન્ટમાંથી હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે અન્ય 17 ઠેકાણે કોરોનાનું સંક્રમણ વધતા નવા કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે, આ સાથે જ શહેરમાં કુલ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 228 પર પહોંચી ગઈ છે.

આ અંગે અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે લેવાઈ રહેલા પગલાઓની સમીક્ષા માટે અધિક મુખ્ય સચિવ ડૉ રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને એક મહત્વની બેઠક મળી હતી. જેમાં ચર્ચા વિચારણા કરીને 17 નવા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાનો, જ્યારે જૂના 10 વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટમાંથી મુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

 માઈક્રો કન્ટેનમેન્ટમાંથી દૂર કરવામાં આવેલા વિસ્તારોની યાદી મુજબ છે
→ લાંભા, આંબેડકર વાસના 12 મકાન
→ નવા વાડજ, હરિઓમ એપાર્ટમેન્ટના 24 મકાન
→ ચાંદખેડા, જનતાનગરના 25 મકાન
→ નારણપુરા, પ્રતિક્ષા એપાર્ટમેન્ટના 24 મકાન
→ ચાંદખેડા, આબુનગરના 60 મકાન
→ સ્ટેડિયમ, કર્ણાવતી ફ્લેટના 48 મકાન
→ અમરાઈવાડી, હનુમાનનગરના 24 મકાન
→ ભાઈપુરા, કર્ણાવતી નગરના 12 મકાન
→ ગોતા, પાર્કવ્યૂ રેસિડન્સીના 26 મકાન
→ ઘાટલોડિયા, આરતી એપાર્ટમેન્ટના 14 મકાન

આ સિવાય નવા કોરોના પોઝિટિવ કેસો સામે આવતા શહેરના વધુ 17 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

 નવા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારની યાદી મુજબ છે

→ ઈસનપુર, શક્તિપાર્કના 40 મકાન
→ ઈસનપુર, આકાશ મેટ્રો સિટીના 6 મકાન
→ લાંભા, શ્રીનાથ રેસિડન્સીના 27 મકાન
→ ઘોડાસર, રાજધાની બંગલોઝના 18 મકાન
→ મણિનગર, નવરંગ સોસાયટીના 30 મકાન
→ મણિનગર, વૃદાંવન કોલોનીના 16 મકાન
→ મણિનગર, રાજેન્દ્ર પાર્ક સોસાયટીના 8 મકાન
→ શાહીબાગ, જ્યોતિકા પાર્ક સોસાયટીના 27 મકાન
→ ભાઈપુરા, આંગન બંગલોઝના 7 મકાન
→ વિરાટનગર, શહજાનંદ સોસાયટીના 15 મકાન
→ નરોડા, ભલાકાકાની ચાલીના 60 મકાન
→ ઈન્ડિયા કોલોની, જીવરાજ કોલોનીના 16 મકાન
→ નોર્થ-વેસ્ટ ઝોન, વિશ્વાસ સિટીના 30 મકાન
→ ચાંદલોડિયા, ગોપી ક્રિષ્ના સોસાયટીના 32 મકાન
→ વેજલપુર, ઉમા ફ્લેટના 18 મકાન
→ સરખેજ, નીલકંઠ સોસાયટીના 25 મકાન
→ સરખેજ, ખારવાડના 8 મકાન

આમ આ નવા જાહેર કરાયેલા 17 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં AMCના હેલ્થ વિભાગ દ્વારા ડોર ટૂ ડોર સર્વેલન્સ અને સ્ક્રિનિંગની કામગીરી હાથ ધરવામાં આવશે.

જણાવી દઈએ કે, ગુજરાતમાં 24 કલાકમાં 1078 જેટલા નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદમાં 210 પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ કોરોના સંક્રમિતોનો કુલ આંકડો વધીને 25172 પર પહોંચ્યો છે. જ્યારે આ જીવલેણ વાઈરસ અત્યાર સુધી 1569 શહેરીજનોને ભરખી ચૂક્યો છે.

(10:35 pm IST)