Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

રાજ્યની ૯૨ કંપનીઓને વિટામીનની દવા માટે મંજૂરી

રોગપ્રતિકારક શક્તિ વધારતી દવાઓની ભારે માગ : કોરોના ફેલાવા બાદ લોકો રોગપ્રતિકારક શક્તિ વધારવા પર કામ કરી રહ્યા, વિટામિન સી-ડીની દવાની માગ વધી

અમદાવાદ, તા.૨૪ : કોરોના વાયરસ ફાટી નીકળતાં રોગપ્રતિકારક શક્તિ વધારવાની હોડ લાગી છે. જેના લીધે વિટામિન સી અને વિટામિન ડીની દવાઓના વેચાણમાં ભારે ઉછાળો આવ્યો છે. કોરોના મહામારીની શરૂઆત થઈ ત્યારથી વધુ ને વધુ ફર્મ માઈક્રોન્યૂટ્રિઅન્ટ્સના ઉત્પાદનમાં જોડાઈ છે. ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનએ એપ્રિલ ૨૦૨૦થી રાજ્યમાં ૯૨ ઉત્પાદકોને વિટામિન સી અને વિટામિન ડી૩ની દવાઓ બનાવવાની મંજૂરી આપી છે. ગુજરાત એફડીસીએના કમિશનર એચજી કોશિયાએ કહ્યું, * ૯૨ ઉત્પાદકોને ૧૯૨ જેટલી નવી પ્રોડક્ટ પરમિશન આપવામાં આવી છે. જેથી તેઓ વિટામિન્સના ફોર્મ્યુલેશન અથવા કાચો માલ (એક્ટિવ ફાર્માસ્યુટિકલ સામગ્રી) તૈયાર કરી શકે.

           બેક્સ્ટ ફાર્માસ્યુટિકલ્સ ઈન્ડિયા લિમિટેડ, Lincoln ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ, સેન્ટુરિયન રેમેડિઝ પ્રાઈવેટ લિમિટેડ, કેસી  લેબોરેટરિઝ પ્રાઈવેટ લિમિટેડ, Halewood લેબોરેટરિઝ લિમિટેડ જેવી કંપનીઓને વિટામિન ઝ્રની દવાઓ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. કેડિલા ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ, રત્નમણી હેલ્થકેર, Avery ફાર્માસ્યુટિકલ્સ, ગુજરાત ફાર્મા લેબ્સ અને Reino રેમેડિઝને વિટામિન ડી૩ની દવાઓ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. માહિતી ગુજરાત એફડીસીએ આપેલા ડેટા પરથી મળી છે. કોશિયાએ આગળ કહ્યું, *કોવિડ-૧૯ મહામારી દરમિયાન માગ વધતાં ઘણા નવા ઉત્પાદકો પણ વિટામિન્સની દવાઓ બનાવવામાં જોડાયા છે.* મહત્વનું છે કે, ફાર્મા પ્રોડક્ટ્સમાં વપરાતા વિટામિનના ઉત્પાદન માટે એફડીસીએની મંજૂરી મેળવવી જરૂરી છે.

            કોરોના મહામારી દરમિયાન લોકો પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પ્રયત્નશીલ છે, પરિણામે વિટામિન સી અને ડી૩ની દવાઓની ભારે માગ છે. વિટામિન સી અને ઝિંકનું કોમ્બિનેશન રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે, તેમ દવા વેચનારોનું કહેવું છે. ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ અસોસિએશનના પ્રમુખ અલ્પેશ પટેલે કહ્યું, *કોવિડ-૧૯ ફાટી નીકળ્યા પછી વિટામિન સી અને ઝિંકની દવાઓની માગ ખૂબ વધી છે. વિટામિન સી અને ઝિંકનું વેચાણ ૧૦ ગણું વધ્યું છે અને માગ સતત વધી રહી છે.

(8:02 pm IST)