Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : નવા 1068 કેસ નોંધાયા : કુલ કેસનો આંકડો 53.631 થયો : વધુ 26 લોકોના મોત : મૃત્યુઆંક 2283

સૌથી વધુ સુરતમાં 309 કેસ, અમદાવાદમાં 176 કેસ, વડોદરામાં 92 કેસ,રાજકોટમાં 59 કેસ, ભાવનગરમાં 39 કેસ, ભરૂચમાં 30 કેસ, જૂનાગઢમાં 28 કેસ, અમરેલી અને બનાસકાંઠામાં 26-26 કેસ ,સુરેન્દ્રનગરમાં 25 કેસ,કચ્છમાં 22 કેસ નોંધાયા : વધુ 872 દર્દીઓ સાજા થતા કુલ 38,830 દર્દીઓએ કોરોનાને હરાવ્યો:

અમદાવાદ : રાજ્યમાં કોરોના બેફામ બન્યો છે આજે વધુ રેકોર્ડબ્રેક 1068 કેસ પોઝિટિવ નોંધાયા છે છેલ્લા 24 કલાક દરમિયાન વધુ 26 લોકોના જીવ લીધા છે  આ સાથે  મૃત્યુઆંક 2283 થયો છે

રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 12,518 છે. આ એક્ટિવ કેસમાંથી 12,435 દર્દી સ્ટેબલ છે જ્યારે 83 દર્દી વેન્ટીલેટર પર છે. આજે વધુ 872 દર્દીઓ સાજા થતા રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 38830 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે જ્યારે 2283 લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે.

 આજે નોંધાયેલા નવા કેસમાં પણ સુરત કોર્પોરેશનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 216 કેસ છે જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 161 કેસ છે. જયારે સુરત જિલ્લાના થઈને કુલ કેસ 309 થયા છે  અમદાવાદ જિલ્લામાં 176  કેસ નોંધાયા છે જયારે વડોદરામાં 92 કેસ,રાજકોટમાં 59 કેસ, ભાવનગરમાં 39 કેસ, ભરૂચમાં 30 કેસ, જૂનાગઢમાં 28 કેસ, અમરેલી અને બનાસકાંઠામાં 26-26 કેસ ,સુરેન્દ્રનગરમાં 25 કેસ,કચ્છમાં 22 કેસ નોંધાયા  છે 

(8:04 pm IST)