Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

રાજપીપળા સિવિલ હોસ્પિટલ ગાયનેક વોર્ડના બે નર્સો કોરોના પોઝીટીવ આવતા વોર્ડ સેનેટાઇજ કરાવી ગાડું ગબડાવાયુ: દર્દીઓ વોર્ડમાં દાખલ

દાંત,સ્કિન,આંખ જેવા અમુક વિભાગો હાલ પૂરતા બંધ કરી જરૂરી ઇમરજન્સી દર્દીઓ માટેજ સારવાર ખુલ્લી રાખવી જરૂરી નહિ તો સ્ટાફમાં કોરોના સંક્રમણ હજુ વધશે તેવો ડર

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં એક બાદ એક કર્મચારીઓ કોરોનાની લપેટમાં આવી રહ્યા છે ત્યારે આ બાબત ગંભીર હોય અમુક ઓપીડી બંધ કરી ફક્ત ઇમરજન્સી દર્દીઓ માટે જ સારવાર ચાલું રાખવી જોઈએ નહીં તો બાકી સ્ટાફ અને ત્યાં આવતા દર્દીઓ પણ કોરોના નો ભોગ બને તેવો ભય હાલ જણાઈ રહ્યો છે.
અગાઉ ગાયનેક વોર્ડ ના એક આયા બેન બાદ ઇમરજન્સી વોર્ડ ના ઇન્ચાર્જ સિસ્ટર અને ગઈકાલે ગાયનેક વોર્ડ ના બે સિસ્ટરો પણ કોરોના પોઝીટીવ આવ્યા હોય આ સ્ટાફ અન્ય સ્ટાફ અને ત્યાં વોર્ડ માં આવતા દર્દીઓ ના સંપર્ક માં આવ્યાજ હશે તો સંક્રમણ ફેલાય તેવું જોખમ પણ હોય સિવિલ સત્તધીશો એ હાલ સાવચેતીના ભાગરૂપે ગાયનેક વોર્ડ ને સેનેટાઇજ કરાવી ગાડું ગબડાવ્યું છે અને ત્યાં દર્દીઓ દાખલ છે જે જોખમી પણ કહી શકાય પરંતુ બીજી તરફ સિવિલ માં જગ્યા નો પણ અભાવ હોવાથી અન્ય કોઈ વિકલ્પ પણ નથી ત્યારે સત્તાધીશો એ હાલ પૂરતી આંખ,સ્કિન,દાંત જેવા વિભાગો ની ઓપીડી બંધ રાખી ફક્ત ઇમરજન્સી દર્દીઓ ની જ સારવાર ચાલું રાખવી જોઈએ નહીં તો ઓપીડી માં થતી ભીડ ના કારણે આવનારા દિવસો માં કોરોના ના કેસ કેટલી હદે વધશે એ કહેવું મુશ્કેલ બની જશે.ગાયનેક વોર્ડ માં બાળકો ના જન્મ થતા હોય ત્યારે માતા અને જન્મેલા બાળક ને કોરોનાનું જોખમ હોય તેવા સમયે સાવચેતી જરૂરી બની જાય છે. માટે જરૂરી સારવાર આપતા સ્ટાફ ને પણ પીપીઈ કીટ આપી સાવચેતી રાખવી જરૂરી બની છે.

 આ બાબતે સિવિલ સર્જન જ્યોતિબેન ગુપ્તા ના જણાવ્યા મુજબ ગાયનેક વોર્ડ ના બે સિસ્ટરો પોઝીટીવ આવ્યા બાદ આ વોર્ડ ને સેનેટાઇજ કરાયો છે જગ્યા ના અભાવે અન્ય કોઈ વિકલ્પ પણ નથી માટે સેનેટાઇજ કરી વોર્ડ ચાલુ કરાયો છે.

(7:43 pm IST)