Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

રાજ્યની આર.ટી.ઓ. અને એ.આર.ટી.ઓ. કચેરી દ્વારા પડતર અરજીઓનો આગામી તા.૨૭ થી ૩૧ દરમિયાન નિકાલ કરાશે

અરજદારોને પડતર અરજીઓના નિકાલ માટેના સમય-તારીખની જાણ તેમના મોબાઇલ ઉપર SMS દ્વારા કરાઇ

અમદાવાદ : રાજ્યની આરટીઓ/એઆરટીઓ કચેરીઓ ખાતે અરજદારો માટે વાહન સંબંધિત કામગીરી માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ  પધ્ધતિ દાખલ કરવામાં આવી છે. ઓનલાઇન એપોઇન્ટમેન્ટ પધ્ધતિ અંતર્ગત ઘણી ફેસલેસ સેવા તથા નોન ફેસલેસ સેવાઓની અરજીઓ એક સાથે કરવામાં આવી છે. જેનું રીશીડ્યુલીંગ શક્ય ન હોવાના કારણે આવી અરજીઓ પડતર રહેવા પામી છે.
આ પડતર અરજીઓની આગામી તા.૨૭/૭/૨૦૨૦ થી ૩૧/૭/૨૦૨૦ દરમ્યાન તમામ આરટીઓ/એઆરટીઓ ખાતે નિકાલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. જેને ધ્યાને લઇ જેની અરજીઓ પડતર હોય તે અરજદારો દ્વારા તેઓના રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવેલ મેસેજમાં દર્શાવેલ નિયત સમય તથા તારીખે સંબંધિત આરટીઓ/એઆરટીઓ કચેરીઓ ખાતે જરૂરી દસ્તાવેજો સાથે જવાનું રહેશે. કચેરીમાં પ્રવેશ માટે સિક્યુરીટી કર્મચારીને અરજદારે SMSમાં દર્શાવેલ તારીખ અને સમય બતાવવાનો રહેશે તેમ, સહાયક વાહન વ્યવહાર નિયામક, વાહન વ્યવહાર કમિશનરની કચેરી ગાંધીનગર દ્વારા જણાવાયું છે.

(7:26 pm IST)