Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

ચૂંટણીપંચ ગમે ત્યારે ચૂંટણી આપે ભાજપ હમેશાં સજ્જ છે, તૈયાર છે. :ભરત પંડ્યા

( પ્રભુદાસ પટેલ દ્વારા ) મોટી ઇસરોલ: ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ જણાવ્યું હતું કે ૮ વિધાનસભાની પેટા ચૂંટણીઓ આપવી કે ન આપવી કે કયારે આપવી ? તેની સત્તા-અધિકાર ચૂંટણીપંચનો હોય છે.એકબાજુવિધાનસભામાં રાજીનામું આપ્યાં પછી ૬ મહીનામાં ચૂંટણી આપવી પડે તેવી લોકશાહી પ્રક્રિયા છે. અને બીજી બાજુ કોરોનાની પરિસ્થિતિ છે. ચૂંટણીપંચે કોરોનાની પરિસ્થિતિને પણ ધ્યાનમાં લેવી જ પડશે. હવે તો હાઈકોર્ટમાં મેટર આવી છે ત્યારે તેનાં ડાયરેક્શન કે ડીસીઝનને પણ ધ્યાનમાં લેવું પડશે.

 ચૂંટણીપંચ ગમે ત્યારે ચૂંટણી આપે ભાજપ હમેશાં સજ્જ છે, તૈયાર છે. કારણ કે ભાજપનો કાર્યકર્તા” સેવા હી સંગઠન”નાં મંત્ર સાથે લોકોની વચ્ચે સતત સેવા કરતો આવ્યો છે.ભાજપ પાસે કાર્યકર્તાબળ છે. કેન્દ્ર અને રાજય સરકારની યોજના, નિર્ણયો, પગલાં એટલે કે પ્રજાલક્ષી વિકાસબળ છે.ભાજપ કાર્યકર્તાબળ, વિકાસબળ અને સેવાબળ સાથે જનતાની વચ્ચે રહે છે.અમને જનતાનો વિશ્વાસ અને સમર્થન મળશે અને તમામ બેઠકો ભાજપ જીતશે તેવો અમારો વિશ્વાસ છે.તેમ  પંડયાએ જણાવ્યું હતું.

(7:22 pm IST)