Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

રાજપીપળા બેંક ઓફ બરોડાના બે કર્મચારીઓ કોરોના પોઝીટીવ આવતા ચાર દિવસ માટે બેંક બંધ કરાઈ

સ્ટેશન રોડ પર આવેલી બેન્ક ઓફ બરોડા શાખાને કોરોન્ટાઈન કરવામાં આવી તો સિવિલ હોસ્પિટલના અમુક વોર્ડ કેમ હજુ ખુલ્લા..?!!

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે જેમાં રાજપીપળા શહેરમાં તો જાણે કોરોના વિસ્ફોટ થયેલો જોવા મળ્યો હોય એમ એક જ દિવસ ઢગલા બંધ પોઝીટીવ દર્દીઓ આવ્યા જેમાં સિવિલ હોસ્પિટલ, બેંક સહિતના કર્મચારીઓ કોરોનાની ઝપેટ માં આવ્યા છે ત્યારે તંત્ર દ્વારા ઘણા વિસ્તારો સીલ પણ કરાયા છે છતાં બિનજવાબદર કેટલાક લોકો હજુ બિન્દાસ બની ફરતા હોય પોલીસે લગામ લગાવવી ખૂબ જરૂરી થઈ પડી છે.

 

 ગુરુવારે નર્મદા માં એક સાથે ૪૦ કોરોના પોઝીટીવ કેસો આવ્યા જેમાં બેંક ઓફ બરોડાના બે કર્મચારીઓ પણ પોઝીટીવ આવતા શુક્રવારે બીઓબી શાખા બંધ કરવામાં આવી હતી.ત્યારે જાણવા મળ્યા મુજબ રાજપીપળા સ્ટેશન રોડ ની બેંક ઓફ બરોડા સોમવાર સુધી બંધ રખાશે.હાલ આ બેંક ના બે કર્મચારી કોરોના પોઝિટિવ આવતા બેન્ક ને કોરોન્ટાઈન પણ કરવામાં આવી છે.

(7:14 pm IST)