Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

સેવાકાર્ય : રાજપીપળા શહેરમાં કોરોનાના કેસ વધતા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા ઉકાળાનું વિતરણ

(ભરત શાહ દ્વારા )  રાજપીપળા : નર્મદા જિલ્લામાં કોરોનાની કહેર ખુબજ વધી ગયો છે ગુરુવારે ૪૦ જેટલા કોરોના પોઝિટિવ કેસ સામે આવતા જેમાં રાજપીપળા શહેરમાં સૌથી વધુ કેસ જોવા મળ્યા હતા તે ચિંતાજનક બાબત કહેવાય ત્યારે લોકડાઉન  દરમ્યાન ખુબજ સારી સેવા કરનાર રાજપીપળા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા હાલની સ્થિતિ જોતા ફરી એક વાર શુક્રવારથી ઉકાળો બનાવી વિતરણ કરવામાં આવી રહ્યું છે.
 નર્મદા જિલ્લા પંચાયત આયુર્વેદિક વિભાગના વડા ડો.નેહા પરમાર અને ટીમ દ્વારા આયુષ મંત્રાલયની ગાઈડ લાઈન મુજબ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારતા ઉકાળાને બનાવવા માટે સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ રાજપીપળાના પ્રમુખ તેજશભાઈ ગાંધી,ઉરેશભાઈ પરીખ ગુંજનભાઈ મલાવીયા,કેયુર ગાંધી,કૌશલ કાપડિયા, જયદીપ પાઠક,બિનીત શાહ શૈલેષ પારેખ સહિત નાઓ એ વહેલી સવારે ચાર વાગ્યાથી ઉકાળો બનાવવાનું શરૂ કરી રાજપીપળામાં જ્યાં સૌથી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે તેવા કન્ટેનમેન્ટ વિસ્તારો ગણાતા કાછીયાવાડ,સોનીવાડ,કસ્બાવાડ,માછીવાડ,સ્ટેશન બેક રોડ,પારેખ ખડકી,સિંધીવાડ,માલિવાડ જેવા વિસ્તારમાં ઉકાળો ઘરે ઘરે જઈ  ને વિતરણ કર્યો હતો.ત્યારે આરોગ્ય વિભાગ સાથે વારંવાર ખડે પગે રહી આવા સેવાકાર્ય ના કામ કરતા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ,રાજપીપળા ના હોદ્દેદારો અને સભ્યો એ ફરી માનવતા ના દર્શન કરાવ્યા છે.

(7:11 pm IST)