Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

પેથાપુર પોલીસે બાતમીના આધારે દરોડા પાડી કોલવડાની સીમમાંથી શ્રાવણીયો જુગાર રમતા ચાર જુગારીઓને ઝડપી 13550નો મુદામાલ જપ્ત કર્યો

ગાંધીનગર:જિલ્લામાં શ્રાવણીયો જુગાર હવે શરૂ થઈ ગયો છે ત્યારે પેથાપુર પોલીસે બાતમીના આધારે કોલવડા ગામની સીમમાં દરોડો પાડીને ચાર જુગારીઓને જુગાર રમતાં ઝડપી પાડયા હતા અને તેમની પાસેથી ૧રપ૦૦ની રોકડ અને મોબાઈલ મળી ૧૩૫૫૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

શ્રાવણની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે ત્યારે જુગારીઓ પણ સક્રિય થઈ ચુકયા છે.ઠેકઠેકાણે જુગારીઓ બાજી માંડીને બેઠેલા છે ત્યારે પેથાપુર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે કોલવડા ગામની સીમમાં ઝાડી વિસ્તારમાં કેટલાક ઈસમો તીનપત્તીનો જુગાર રમી રહયા છે જે બાતમીના આધારે પોલીસ ટીમે દરોડો પાડીને કોલવડા એ.કે.પટેલ વિદ્યાલય સામે રહેતા અશોકભાઈ નારણભાઈ પટેલ, ગોવિંદભાઈ નારણભાઈ પટેલ, કોલવડા કેસર ફલેટમાં રહેતા વિનોદસિંહ દીપસિંહ રાઠોડ અને સે-ર૪ ડબલડેકરમાં રહેતાં હાર્દિક નવનીતભાઈ દરજીને જુગાર રમતાં ઝડપી પાડયા હતા. જેમની પાસેથી ૧રપ૦૦ રોકડા અને મોબાઈલ મળી ૧૩૫૫૦નો મુદ્દામાલ કબ્જે કરીને તેમની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. 

(5:28 pm IST)