Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

ગાંધીનગર નજીક ચિલોડા સર્કલ પાસે કોરોનાને અટકાવવા વેપારીઓદ્વારા સ્વયંભૂ બજાર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો

ગાંધીનગર:નજીક આવેલાં ચિલોડા સર્કલની આસપાસ મોટી સંખ્યામાં વેપાર-વાણિજય પ્રવૃત્તિ ચાલી રહી છે. ત્યારે આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો પણ મોટી સંખ્યામાં ખરીદી અર્થે આવતાં હોય છે. આમ કોરોનાની મહામારી ચાલી રહી છે અને લોકોની અવરજવરના પગલે સંક્રમણ વધે નહીં તેના ભાગરૂપે સ્થાનિક વહિવટી તંત્ર અને વેપારીઓ દ્વારા આંશિક લોકડાઉનના પગલે બપોરે ર વાગ્યા પછી તમામ બજારોને સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં દિનપ્રતિદિન ગાંધીનગર જિલ્લામાં વધારો થઇ રહ્યો છે તેના પગલે તકેદારીના ભાગરૂપે વિવિધ વેપારી મંડળો દ્વારા સ્વયંભૂ દુકાનોને બંધ રાખવાના નિર્ણય કરાયો છે ત્યારે ગાંધીનગર નજીક આવેલાં ચિલોડા સર્કલની આસપાસ મોટી સંખ્યામાં વેપાર વાણિજયની પ્રવૃત્તિ ચાલી રહી છે. દહેગામ, નરોડા, હિંમતનગર અને સાદરા તથા ગાંધીનગરને જોડતાં આ માર્ગની આસપાસ આવેલાં બજારોમાં ખરીદી અર્થે લોકો આવતાં હોય છે. 

(5:26 pm IST)