Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

સાવલી તાલુકાના મોકસી ગામે નવજાત બાળકી મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો

સાવલી: તાલુકાના મોકસી ગામમાં ઘરના દાદર પાસે વહેલી સવારે જીવિત તાજી  જન્મેલી બાળકી મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા ગઇ છે. કોઇ નિર્દયી માતા રાત્રે બાળકીને મૂકીને ફરાર થઇ ગઇ હતી. જો કે ગ્રામજનોએ બાળકીને હોસ્પિટલમાં ખસેડી છે.

આ અંગેની વિગત એવી છે કે મોકસી ગામે વહેલી સવારના છ વાગે કોઈ નવજાત શિશુના સતત રડવાનો અવાજ આવતા ગ્રામજનોએ એકત્રિત થઈ અવાજની દિશામાં તપાસ કરતાં ગામના એક મકાનના બંધ ઓરડાની બાજુમાં દાદર નીચે જીવિત બાળકી મેલી સાથે ગાભાની  ગોદડીમાં વિંટાળેલી જોવા મળી હતી. આ બાળકીના શરીર પર અનેક કીડીઓ પણ ફરતી હતી જેથી તે ખુબ કણસતા સતત રડતી હતી.

કોઇક અજાણી ીએ પોતાના પાપ કર્મને છૂપાવવા માટે આવું કર્યું હોય તેવી શંકા હોય ગ્રામજનોએ પોલીસ તંત્રનો સંપર્ક કર્યો હતો અને બાળકીને કીડીઓની પીડામાંથી મુક્ત કરાવી ૧૦૮ એબ્યુલન્સને પણ જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૃરી કાર્યવાહી કરી તાજી જન્મેલી બાળકીને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે રવાના કરેલ છે અને ઘટનાની તપાસ ચાલુ છે.

(5:24 pm IST)