Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

વડોદરા:પ્રેમલગ્ન કરનાર યુવતીના પતિને બીજી યુવતી સાથે પ્રેમ થઇ જતા પત્ની પાસેથી દહેજના 10 લાખણી માંગણી કરી ત્રાસ ગુજારનાર પતિ વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: શહેરમાં હાર્ડવેરના વેપારી સાથે પ્રેમલગ્ન કરનાર  યુવતીને લગ્ન પછી જાણ થઈ કે તેના પતિએ બીજી પણ યુવતી સાથે લગ્ન કર્યા છે. વેપારીનો ભાંડો ફૂટી ફૂટી જતા બીજી મહિલા સાથેનું લગ્ન તોડી  નાંખવા માટે પિયરમાંથી ૧૦ લાખ લઈ આવવા પત્ની પર ત્રાસ ગુજારવાનું શરૃ કર્યું હતુ.

ન્યુ વીઆઈપી રોડની રીંગ રોડ પર રહેતી સુષ્મા નામની  યુવતીએ પતિ તુષાર નરેન્દ્રભાઈ પાદરીયા (રહે. ઓમ રેસીડેન્સી છાણી દુમાર રોડ) તથા અન્ય સામે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે વર્ષ ૨૦૧૨માં હું નિજામપુરા પ્લાયવુડ હાર્ડવેરની દુકાનમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતી હતી. ત્યારે મારી સાથે જ નોકરી કરતા તુષાર સાથે માટે પ્રેમસંબંધ થયો હતો. તુષારને ખબર હતી કે હું અનુસૂચિત જાતિની છું ત્યારબાદ તા.૩-૫-૨૦૧૪ના રોજ અમે કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્નના થોડા સમય પછી મારા પતિએ જ મને કહ્યું હતું કે મારા લગ્ન જીનલ સાથે થઈ ગયા છે. જે બાબતે અમારા બંને વચ્ચે ઝઘડો  થયો હતો. અને મારા પતિ  મને સાસરીમાં લઈ ગયા હતા. પરંતુ મારા સાસુ-સસરા, નણંદ  મનિષા, નણંદોઈ નિરવ પટેલે મને જાતિ અપમાનિત શબ્દો કીધા હતા. અને તેઓએ પણ જીનલને જ પુત્ર વધૂ તરીકે રાખવાની વાત કરી હતી.

(5:19 pm IST)