Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

પુત્રીની સગાઇ તૂટી જતા ટેંશનમાં આવી ગયેલ વડોદરાના પિતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

વડોદરા:પુત્રીની સગાઇ તૂટી જતા સતત ટેન્શનમાં રહેતા પિતાએ બપોરે ઘરે જ ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. જે અંગે પાણીગેટ પોલીસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાઘોડિયા રોડ બાપોદ જકાતનાકા પાસે જયઅંબેનગરમાં રહેતા સચિનભાઇ મહીજીભાઇ રોહિત પ્લમ્બીંગનું છૂટક કામ કરે છે. તેમને સંતાનમાં એક પુત્રી અને પુત્ર છે. ચાર મહિના પૂર્વે તેમની પુત્રીની સગાઇ થઇ હતી પરંતુ સગાઇ તૂટી જતા તેઓ સતત ટેન્શનમાં રહેતા હતાં. ગઇકાલે બપોરે કામ પરથી તેઓ ઘરે આવ્યા હતાં અને જમવાનું કાઢવાનું કહી સામે આવેલા પોતાના બીજા ઘરે ગયા હતાં. 

ચાર વાગ્યે તેમની પુત્રી પિતાને જમવાનુ આપવા ગઇ ત્યારે પિતાને લટકતા જોઇને ગભરાઇ ગઇ હતી. પુત્રીએ બૂમાબૂમ કરતા પરિવારજનો દોડી આવ્યા હતાં અને અશ્વિનભાઇને નીચે ઉતાર્યા હતાં. પરંતુ સારવાર મળે તે પૂર્વે જ અશ્વિનભાઇનું મોત નિપજ્યું હતું.

(5:19 pm IST)