Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

વડોદરા:કારમાલિક પાસેથી કાર મેળવી ડુપ્લીકેટ દસ્તાવેજો બનાવી બારોબાર વેચી દેનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

વડોદરા: શહેરમાં કારમાલિક પાસેથી યેનકેન પ્રકારે કાર મેળવ્યા પછી તેના ડુપ્લીકેટ દસ્તાવેજો બનાવી બારોબાર વેચી દેતા બે આરોપીને પીસીબી પોલીસે ઝડપી પાડયા છે અને તેમની પાસેથી ત્રણ કાર કબ્જે કરી છે જ્યારે હજી ૧૨ કાર ક્યાં વેચી છે? તેની તપાસ હાથ ધરી છે.

નવસારી જિલ્લાના  તેજલાવ ગામે રહેતા રાજેન્દ્ર ચંપકલાલ ચૌહાણ ખેતીકામ કરે છે.  એક મહિના પૂર્વે રાજેન્દ્ર અને તેનો મિત્ર હેમિલ ધર્મેશભાઈ પટેલ (રહે. છરવાડા ગામ તા.જિ.વલસાડ) વડોદરા કાર લઈને આવ્યા હતા. 

હેમિલે વડોદરામાં આવ્યા પછી પોતાના મિત્ર હિમાંશુ અગ્રવાલને પણ કારમાં બેસાડયો હતો.   અકોટા ગાય સર્કલ પાસે આવ્યા પછી હેમિલે મિત્ર રાજેન્દ્રને કહ્યું હતું કે, તારી કાર હું ફેરવવા માટે લઈ  જઉં છુ.  ત્યારબાદ  હેમિલ અને હિમાંશુ કાર લઈને જતા રહ્યા હતા. હેમિલ પાસે વારંવાર કાર પરત માંગવા છતાંય તેને પરત આપી ન હતી. જે અંગે હેમિલે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

(5:18 pm IST)