Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

વડોદરામાં આરોગ્ય વિભાગના દરોડા:ફરસાણની જુદી જુદી દુકાનોમાંથી નમૂના લઇ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

વડોદરા:રક્ષાબંધનનો તહેવાર નજીકમાં છે અને શ્રાવણ મહિનો પણ ચાલતો હોવાથી મીઠાઈ અને ફરાળી વસ્તુઓનો ઉપયોગ વધુ થતો હોવાથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરોની ચાર ટીમ દ્વારા શહેરમાં છેલ્લા ચાર દિવસમાં મીઠાઇ ફરસાણની 33 દુકાનો અને 4 મેન્યુફેક્ચરિંગ યુનિટો પર જઈ ચેકિંગ હાથ ધર્યું હતું અને મીઠાઇ ફરસાણના 33 નમૂના લેવામાં આવ્યા હતા.

વડોદરા સરદાર એસ્ટેટ, આજવા રોડ, ગોરવા, બી.આઈ.ડી.સી, કારેલીબાગ, જીઆઇડીસી, ન્યાય મંદિર, લહેરીપુરા, માર્કેટ ચાર રસ્તા, વાસણા રોડ, વારસીયા, સુભાનપુરા રોડ, વારસિયા રિંગ રોડ, એમ.જી.રોડ અને કોઠી ચાર રસ્તા વિસ્તારમાં આવેલી દુકાનોમાં આ કામગીરી કરાઈ હતી. 

(5:18 pm IST)