Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

કોરોના મહામારી વચ્ચે કોઈ જોખમ લેવા માગતા નથી : પાટીલ

કોરોનાની સ્થિતિ નજર સમક્ષ રાખી રેલી રદ્દ કરી છે : કાર્યકર્તાઓ - સમર્થકોનો પ્રેમ - લાગણી સરઆંખો પર ચડાવુ છુ : પ્રચંડ ઉત્સાહ અને વધુ પડતા કાર્યકરો ઉમટી પડેલ

રાજકોટ : ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું હતું કે, ભાજપ સુરત મહાનગર તેમજ સુરતના ભાજપના ધારાસભ્યઓ તેમજ સમર્થકો દ્વારા આજરોજ કાર રેલી દ્વારા સ્વાગત કરવાનું નક્કી થયેલ હતું. સોશિયલ ડિસ્ટન્સના તમામ નિયમોનું પાલન થાય તે પ્રમાણે મર્યાદિત સંખ્યામાં કાર્યકરો આવે તે મુજબની જ સુચના અપાઇ હતી. પરંતુ કાર્યકરોનો,સમર્થકોનો જે પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો છે તે જોતા ધાર્યા કરતા વધુ સંખ્યામાં કાર્યકરો સમર્થકો સ્વાગત માટે આવી રહ્યા છે. તેથી કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ રેલી રદ્દ કરવાનો નિર્ણય અમે લઈએ છીએ. પાટીલે જણાવ્યું હતું કે, કાર્યકર્તાઓનો,સમર્થકોનો પ્રેમ-લાગણી સર આંખો પર પરંતુ કોરોના મહામારી વચ્ચે અમે સહેજ પણ જોખમ લેવા ઇચ્છતા નથી. ભવિષ્યમાં કાર્યકરોને,સમર્થકોને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મળવાનું તેમજ તેમની સાથે વાતચીત કરવાનું આયોજન કરવામાં આવશે.

(4:40 pm IST)