Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

સુરત રેલી રદ થવા પાછળ ખરેખર શું કારણ હોઇ શકે ?

આજે બપોરે ૨II આસપાસ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની વિશાળ મોટર રેલી અચાનક રદ કરવામાં આવી. સત્તાવાર કારણ એવુ અપાય છે કે ધાર્યા કરતા વધુ લોકો ઉમટી પડેલ પરંતુ આગામી રજી ઓગષ્ટે સુરતમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને સત્કારવા માટે રેલીની મંજુરી માગતી અરજી સુરત પોલીસ કમિશ્નરશ્રીને થઇ છે. જો ભાજપના અધ્યક્ષ માટે મંજુરી અપાય તો કોંગીના કાર્યકારી અધ્યક્ષની રેલીને કોઇપણ કારણે ના પાડી ન શકાય. ભાજપની કાર રેલી રદ થવા પાછળ આ પણ મહત્વનું કારણ મનાય છે.

આ ઉપરાંત એનસીપીના સુરતના ઉપાધ્યક્ષ અક્મ અન્સારીઓ પણ પોલીસ કમિ.ને પત્ર લખી ૧૪-૭-૨૦ના પો.કમિ. સુરતના પરિપત્રનો હવાલો આપી સી.આર.પાટીલની રેલી રદ કરવા માગણી કરેલ હતી અને કહેલ કે પાટીલજીની રેલીને મંજુરી આપશો તો અન્ય પક્ષોની રેલીને ભવિષ્યમાં ના પાડી શકશો નહિ. આ બધાની ભવિષ્યમાં કાનુની ગુંચવાડો સર્જાવા ભય હતો

(4:07 pm IST)