Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે જવેલર્સ તરફથી પણ દાન

ઈન્ડિયન બુલિયન જવેલર્સ એસોસિએશને ૩૮ કિલો ચાંદીની ઈંટ આપી

સુરત ,  તા.ર૪ : અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે ઈન્ડિયન બુલિયન જવેલર્સ એસોસિએશન દ્વારા ૩૮ કિલો ચાંદીની ઈંટ આપવામાં આવી છે.

આ અંગે માહિતી આપતાં ઈન્ડિયન બુલિયન જવેલર્સ એસોસિએશનના ગુજરાત સ્ટેટ ડિરેકટર નૈનેષ પચ્ચીગર જણાવે છે કે, સમગ્ર ભારતના વિવિધ સ્ટેટના ડિરેકટર્સના સ્ટેટ ફંડમાંથી ચાંદીની ઈંટ તૈયાર કરીને રામમંદિરના નિર્માણ માટે આપવામાં આવી છે. ચાંદીની કુલ ૩૮ કિલોની ઈંટ આપવામાં આવી છે. જેમાં ગુજરાત તરફથી ૩.૮ કિલોનો ફાળો આપવામાં આવ્યો છે. આ તમામ ઈંટ મહારાષ્ટ્ર ગર્વમેન્ટ થકી રામમંદિરના નિર્માણ માટે આપવામાં આવી છે. સુરત સહિત ગુજરાતના ડિરેકટર તરીકે અંદાજે ૨.૮ લાખ રૂ.નો ફાળો રામમંદિર નિર્માણ માટે આપવામાં આવ્યો છે.

(3:22 pm IST)