Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

લોકડાઉનમાં પોતાના ગામડે ગયેલા પ્રવાસીઓએ ખેતીની જમીનો ખરીદી

ગુજરાતમાંથી રાજસ્થાન ગયેલા લોકોએ રોકાણ કર્યું

સુરત,તા.૨૪: કોરોના કાળમાં લોકડાઉનમાં રાજસ્થાનના ગામડાઓ માટે એક નવો અનુભવ બનીને આવ્યું છે. લોકડાઉન દરમ્યાન પોતાના ગામડે પાછા ફરનાર પ્રવાસી રાજસ્થાનીઓમાંથી ઘણાં લોકો પોતાની માટીનો મોહ નથી છોડી શકતા. જેમની પાસે પહેલાથી જ વાડી -ખેતર હતા. તેમણે તેમાં વધારો કર્યો તો ઘણાં એવા લોકોએ ખેતીની જમીનોમાં રોકાણ કર્યું જેમની પાસે પહેલા ખેતીની જમીન ન હોતી તેનાથી થોડુંક તો થોડુંક પણ રાજસ્થાનમાં ખેતીની જમીનમાં રોકાણ વધ્યું છે.

કોરોનામાં લોકડાઉન પછી સુરત, સહિત ગુજરાત અને દેશભરમાંથી મુળ રાજસ્થાની આ વખતે જ્યારે ઘરે ગયા ત્યારે લાંબુ રોકાયા છે. આ દરમ્યાન તેમણે પોતાના ઘર શહેર અને ગામો નવી દ્રષ્ટિથી જોયા છે. જેમની પાસે પોતાની ખેતી હતી તેમણે નિયમિત રૂપે ખેતર વાડીના ચકક કાપીને નાનપણ યાદ કર્યું છે. તેનાથી પોતાની માટી પ્રત્યે મોહ તો જાગ્યો જ કેટલાય લોકોએ પોતાની ખેતી વિસ્તારવા માટે ખેતીની જમીનો પણ ખરીદી છે. તો કેટલાય એવા લોકો પણ છે. જેમની પાસે પૈતૃક જમીન તો ન હોતી પણ ખીસ્સામાં પૈસા હતા અને લીલાછમ ખેતરો તેમને લોભાવી રહ્યા હતા.આ વખતે રાજસ્થાન ગયેલા કેટલાય લોકોએ ખેતીની જમીનો ખરીદી છે. તો કેટલાય ખેતી જમીન મેળવવાની તજવીજ કરી રહ્યા છે. જાણકારો અનુસાર તેમાંથી મોટાભાગની જમીનો બીજાના નામે ખરીદવામાં આવી રહી છે.

(3:21 pm IST)