Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

'બીના માસ્ક કે મુગેમ્બો ' કોરોના ખુશ હુઆ :પેટલાદ પાલિકાનો ફિલ્મી અંદાજ:માસ્ક પહેરવા અંગે લોકજાગૃતિ લાવવા પ્રયાસ

આણંદ  જિલ્લાની પેટલાદ નગરપાલિકા દ્વારા ફરજિયાત માસ્ક પહેરવું તે અંગે ફિલ્મી અંદાજે લોકોમાં જાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. રાજ્યભરમાં દિન પ્રતિદિન વધતાં જતાં કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે લોકો ઘણા ભયભીત થઈ ઉઠ્યા છે, ત્યારે ફરજિયાત માસ્ક પહેરવું, એકબીજાથી સોશિયલ ડિસ્ટન્સનું જાણવવું તેમજ સરકારની ગાઈડલાઇનનું પાલન કરવા અંગે ફિલ્મી અંદાજમાં લોકોમાં જાગૃતિ લાવવા છે જેમાં એક બેનર લગાવ્યું છે તેમાં લખ્યું છે  'બીના માસ્ક કે મુગેમ્બો ' કોરોના ખુશ હુઆ

(1:23 pm IST)