Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

રાજ્યના પોલીસ કર્મચારીઓને નવા પોલીસ ભવનો અને આવાસ આપવા સરકાર કટીબધ્ધ : જાડેજા

ગાંધીનગર ખાતેથી ગૃહ રાજ્યમંત્રીના હસ્તે ભરૂચ જિલ્લાના નેત્રંગ પોલીસ સ્ટેશન તથા પોલીસ આવાસોનું ઇ-લોકાર્પણ

અમદાવાદ તા. ૨૪ : ગૃહ રાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજા આજે ગાધીનગર ખાતેથી વિડિયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા ભરૂચ જિલ્લાના નેત્રંગ પોલીસ સ્ટેશન તેમજ નેત્રંગ ખાતેના પોલીસ આવાસો (કક્ષા બી – ૩૨ (જી+૩) તથા સી-૧ યુનિટ અને જિલ્લા પોલીસ હેડ કવાટર્સ ખાતે કક્ષા -૩૨ યુનિટ નુ ઇ-લોકાર્પણ કરતાં જણાવ્યું હતું કે, રાજયમાં પ્રવર્તી રહેલ કોરોનાની મહામારી સામે પણ રાજયની વિકાસયાત્રા અવિરત પણે ચાલુ રહે એ આશયથી રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ ઈ-લોકાર્પણનો નવતર અભિગમ અપનાવ્યો છે.

મંત્રી જાડેજાએ ઉમેર્યુ કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ વાળી સંવેદનશીલ રાજય સરકાર નાગરિકોની સુરક્ષાના હેતુથી કાયદો અને વ્યવસ્થાના અમલી કરણ માટે અને તેને વધુ મજબુત બનાવવા સતત પ્રયત્નશીલ છે અને તેની સાથે પોલીસ કર્મચારીઓની નિવાસ અને આરોગ્ય જેવી પ્રાથમિક સવલતો માટે સતત ચિંતિત છે. વિજયભાઇ રૂપાણીની સંવેદનશીલ સરકારે નાના કર્મચારીઓની ચિંતા કરી તેમને આરમદાયક રહેણાંકની સુવિધા મળી રહે તે માટે કાર્પેટ એરિયામાં પણ વધારો કરી મોટા આવાસો પુરા પાડવાનો નિર્ધાર કરેલ છે.

ગુજરાત રાજય પોલીસ આવાસ નિગમ હેઠળ તૈયાર કરવામાં આવેલા ભરૂચ જિલ્લાના નેત્રંગ પોલીસ સ્ટેશનનું અને પી.એસ.આઇ, તેમજ પોલીસ કોન્સ્ટેબલ કક્ષાના કર્મચારીઓના પોલીસ આવાસોના ઇ-લોકાર્પણ કરતાં જેના પરિણામ સ્વરૂપે આજે મારા પોલીસ કર્મચારીઓને આવાસો આપતા ખુશી અને ગૌરવની લાગણી અનુભવુ છું એમ જણાવી મંત્રી જાડેજાએ કહ્યુ કે પોલીસ કર્મીઓને આ આવાસ મળતા તેમના પરિવારજનો સહિત બાળકોને અભ્યાસ સહિતની સુવિધાઓમાં મદદગાર નીવડશે.નેત્રંગ પોલીસ સ્ટેશન, પોલીસ સબ ઇન્સપેકટર કેટેગરી 'સી' ના ૦૧ આવાસના તેમજ પોલીસ કોન્સ્ટેબલ માટે 'બી' કેટેગરીના ૩૨ આવાસ માટેના કુલ રૂ, ૨૮૧.૩૩ લાખના ખર્ચે ગુજરાત રાજય પોલીસ આવાસ નિગમ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.

આ પ્રસંગે અને ભરૂચ ખાતે સાંસદ મનસુખભાઇ વસાવા, સ્થાનિક પદાધિકારીઓ માનસીંગભાઇ વસાવા, સેવન્તુભાઇ વસાવા, રાયસંગભાઇ વસાવા તથા પરેશભાઇ ભાટિયા અને સંજયભાઇ વસાવા અને જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા અન્ય અધિકારી - કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:09 pm IST)