Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

ધરમપુરથી 6 ગાય ભરેલી પીકઅપ સાથે એક ઝડપાયો

ચાલક મહેન્દ્ર નાનાભાઇ જાદવ જામલીયાનો હોવાનું અને પીપરોળમાંથી ગાયો ભરી મહારાષ્ટ્ર , નાસિક જિલ્લાના ઉમરથાણાથી થોડે દુર એકાંતવાળી જગ્યામાં લઈ જતો હોવાનની કેફિયત

(કાર્તિક બાવીશી દ્વારા  )વલસાડ જિલ્લાના ધરમપુર પોલીસે જામલીયા ગામેથી પશુઓ ભરી જતી પીકઅપને પકડી પાડી હતી. ધરમપુરના પીએસઆઈ એ.એન. ગોહિલે સ્ટાફ સાથે હનમંતમાળ બોપી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે જામલીયા મંદિર ફળિયા ત્રણ રસ્તા ઉપર ગોઠવેલી નાકાબંધીમાં બાતમી વાળી પીકઅપ નંબર .Gj-6-VV-8193  ને અટકાવી હતી. તપાસ કરતા તેમાં ઘાસચારો ,પાણીની સુવિધા વિના ટુંકા દોરડાથી બાંધેલી બે  ગાય અને બે વાછરડા મળી આવ્યા હતા. પોલીસની પૂછપરછમાં ચાલકે મહેન્દ્ર નાનાભાઇ જાદવ જામલીયાનો  હોવાનું અને પીપરોળ માંથી રમેશ માહદુભાઈ મૂહુડકર ના ધરેથી ગાયો ભરી મહારાષ્ટ્ર , નાસિક જિલ્લાના ઉમરથાણાથી થોડે દુર  એકાંતવાળી જગ્યામાં લઈ જતો હોવાનું જણાવ્યું હતું. મહારાષ્ટ્ર કતલખાને પીકઅપમાં પશુઓ ભરી જતા પકડાયેલા ચાલકને પોલીસ કોવિડ 19 અંગેનો ટેસ્ટ  મેડિકલ ઓફિસર દ્વારા કરાવી રિપોર્ટ આવે ત્યાં સુધી પોલીસ નિગરાની કોરોન્‍ટાઇન હેઠળ રાખવા તજવીજ હાથ ધરી છે

(12:06 pm IST)