Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

એર ઇન્ડીયાની સહયોગી કંપની એલાયન્સ એર દ્વારા અમદાવાદ સહિત આજથી દેશભરમાં ફલાઇટ શરૂ

અમદાવાદથી હૈદ્રાબાદ-નાસિકની ફલાઇટો રવાનાઃ ભાડુ ૩ર૦૦ થી ૪ર૦૦ રહેશે

રાજકોટ તા. ર૪ :.. એર ઇન્ડીયાની સિસ્ટર કંપની એલાયન્સ એર દ્વારા આજથી ફલાઇટો ઉડાડવાનું શરૂ કરાયું છે.

આજથી અમદાવાદ સહિત દેશના અનેક શહેરોમાં ફલાઇટો શરૂ કરાઇ છે.

અમદાવાદથી હૈદ્રાબાદ-પૂના તથા વાયા નાસિક ફલાઇટ બપોરે ઉપડી હતી, હૈદ્રાબાદથી આ ફલાઇટ ૮ વાગ્યે ઉપડી સવારે ૧૦ાા વાગ્યે અમદાવાદ અને અમદાવાદથી આ ફલાઇટ બપોરે ૧ર વાગ્યા આસપાસ રવાના થઇ હતી.

પેેસેન્જરો માટે વિમાન ચેન્જ કર્યા વગરનો પણ વિકલ્પ રખાયો છે, આ તમામ ફલાઇટના બુકીંગ માટે એર ઇન્ડીયાની વેબસાઇટ તથા બુકીંગ એજન્ટનો સંપર્ક કરવા જણાવાયું છે.

એલાયન્સ એરના અધિકારી સૂત્રોએ ઉમેર્યુ હતું કે, અમદાવાદથી નાસિક અને ત્યાંથી હૈદ્રાબાદ જનારી બીજી એક ફલાઇટ સાંજે ૪ વાગ્યે રવાના થશે.

આ ફલાઇટનું ભાડુ રૂ. ૪ર૦૦ તથા નાસિક-પૂર્ણ ફલાઇટ પણ સાંજે ૪ વાગ્યે રવાના થશે, જેનું ભાડુ ૩ર૦૦ રહેશે.

(11:30 am IST)