Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

દક્ષિણ ગુજરાતમાં દે ધનાધન : રાત્રે ઉમરપાડામાં 4.2 ઈંચ વરસાદ ખાબક્યો :ઉમરગામ અને ચોર્યાશીમાં 3.8 ઈંચ: વાગરામાં 3 ઈંચ

વલસાડમાં 2.6 ઈંચ, ભરૂચના અંકલેશ્વરમાં 2.6 ઈંચ, ભરૂચમાં 2.4 ઈંચ વરસાદ

સુરતઃ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં ગઈ કાલે ધોધમાર વરસાદ પડ્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 60 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધારે સુરતના ઉમરપાડામાં 4.2 ઈંચ વરસાદ પડ્યો છે. આ પછી વલસાડના ઉમરગામમાં 3.8 ઈંચ, સુરતના ચોર્યાશીમાં 3.8 ઈંચ, ભરૂચના વાગરામાં 3 ઈંચ, વલસાડમાં 2.6 ઈંચ, ભરૂચના અંકલેશ્વરમાં 2.6 ઈંચ, ભરૂચમાં 2.4 ઈંચ, સુરત શહેરમાં 1.9 ઈંચ, વડોદરાના કરજણમાં 1.6 ઈંચ, મહીસાગર કડાણા 1.6 ઈંચ, તાપીના વાલોદમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

સુરતના ઉમરપાડામાં રાત્રી દરમ્યાન 4 ઇંચ વરસાદ પડતા રસ્તા પર પાણી ભરાયા હતા. જોકે, હાલ વરસાદે વિરામ લીધો છે

(11:24 am IST)