Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

વહેલી સવારથી રાજ્યના 34 તાલુકામાં મેઘમહેર : તાપીના સોનગઢમાં 2 કલાકમાં 3 ઈંચ વરસાદ : વ્યારામાં અઢી ઈંચ

ભાવનગરમાં 2 ઈંચ : 8 તાલુકાઓમાં 1 ઈંચ વરસાદ : છેલ્લા 24 કલાકમાં રાજ્યના 60 તાલુકાઓમાં વરસાદ નોંધાયો

અમદાવાદ : ગુજરાતના કેટલાક ભાગોમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સવારના 6 વાગ્યાથી રાજ્યના 34 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 60 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.

આજે વહેલી સવારે માત્ર બે કલાકમાં તાપીના સોનગઢમાં 3 ઈંચ અને વ્યારામાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ભાવનગરમાં 2 ઈંચ અને રાજ્યના 8 તાલુકાઓમાં 1 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 60 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં નોંધાયો છે. સુરતના ઉમરપાડામાં 4 ઈંચ કરતા વધારે વરસાદ ખાબક્યો છે, જ્યારે સુરતના ચોર્યાસી તાલુકામાં પોણા ચાર ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. તો ભરૂચના વાગરામાં 3 ઈંચ, વલસાડ સિટી, અંકલેશ્વર અને ભરૂચમાં પોણા ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ ખાબક્યો છે.

હવામાન વિભાગની આગાહીના પગલે ગઈકાલથી જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. આશરે 10 દિવસના વિરામ બાદ વરસાદ શરૂ થતાં ધરતીપૂત્રોમાં ખુશીની લાગણી છવાઈ

(11:19 am IST)