Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

કોરોના કહેર વચ્ચે નવા ભયંકર રોગની ગુજરાતમાં એન્ટ્રી : સુરતમાં નોંધાયો પ્રથમ કેસ

સુરતમાં રહેતા એક પરિવારના ૧૦ વર્ષના બાળકના શરીરમાં મલ્ટી સિસ્ટમ ઇન્ફલેમેટરી સિન્ડ્રોમના લક્ષણો જોવા મળ્યા

સુરત તા. ૨૪ : હજી કોરોના વાયરસની મહામારીથી છુટકારો મળ્યો નથી ત્યાં જ દેશમાં વધુ એક ભયંકર બિમારીનો કેસ રાજયમાં નોંધાયો છે. આ રોગનો પહેલો કેસ ગુજરાતના સુરતમાં જોવા મળ્યો છે. સુરતમાં એક બાળકમાં આ રોગના લક્ષણો જોવા મળ્યા છે. આ રોગને મલ્ટિસિસ્ટમ ઇન્ફલેમેટરી સિન્ડ્રોમ (Multisystem Inflammatory Syndrome) કહેવામાં આવે છે. તેને MIS-C એમઆઈએસ-સી પણ કહેવામાં આવે છે. પહેલો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ સુરત અને ગુજરાતમાં લોકોની ચિંતા વધી ગઈ છે. સુરતમાં રહેતા એક પરિવારના ૧૦ વર્ષના બાળકના શરીરમાં મલ્ટિ સિસ્ટમ ઇન્ફલેમેટરી સિન્ડ્રોમનાં લક્ષણો જોવા મળ્યાં છે. હેરાનગતિ એ બાબતની છે કે આ રોગ અત્યાર સુધી ફકત અમેરિકા અને યુરોપિયન દેશોમાં થતો હતો. આ કેસના મોટાભાગના મામલા ત્યાં જોવા મળ્યા હતા.

પરિવારે તેમના પુત્રને સુરતની હોસ્પિટલમાં દાખલ કર્યો છે. બાળકને તાવ છે. તેને ઊલટી, ખાંસી આવે છે, ઝાડા થયા છે. તે જ સમયે તેની આંખો અને હોઠ પણ લાલ થઈ ગયા છે. પહેલા સુરતનાં ડો. આશિષ ગોટીએ બાળકને તપાસ્યું. ત્યારબાદ તેમણે સુરત અને મુંબઇના અન્ય ડોકટરોની પણ સલાહ લીધી હતી. તપાસ રિપોર્ટમાં બહાર આવ્યું છે કે બાળકમાં મલ્ટિ-સિસ્ટમ ઇન્ફલેમેટરી સિન્ડ્રોમનાં લક્ષણો છે.

આ સમયે આ ખતરનાક રોગ સામે લડતા આ બાળકનું હાર્ટ પમ્પિંગ ૩૦ ટકા ઘટ્યું છે. તેના શરીરની નસોમાં સોજો આવી ગયો હતો. આ કારણે તેને હાર્ટ એટેક આવી શકતો હતો પરંતુ સાત દિવસની સારવાર બાદ તેને ઘરે મોકલી દેવામાં આવ્યો હતો. પરંતુ ડોકટરો ભય છે કે આ રોગ દેશભરમાં ફેલાવાની આશંકા સેવાઈ રહી છે.

આ રોગની ઝપેટમાં ૩ વર્ષના બાળકથી લઈને ૨૦ વર્ષ સુધીના બાળકો આવી શકે છે. બાળકોએ વધુ કાળજી લેવાની જરૂર છે. ડોકટરો કહે છે કે કોરોનાની જેમ તેને પણ શોધવું મુશ્કેલ છે. એમઆઈએસ-સી ટાળવાનો એકમાત્ર રસ્તો તેના લક્ષણો ધ્યાનમાં રાખવું છે. જલદી બાળકને તાવ, ઉલટી, ઝાડા, લાલ આંખો અને હોઠ દેખાય તો તુરંત બાળકોના ડોકટરને બતાવો.

તેનો ઉપાય છે પરંતુ જો સમયસર ઉપચાર ન કરવામાં આવે તો તે કોરોના કરતાં વધુ જોખમી હોઈ શકે છે. આ પહેલી ઘટના છે જયારે કોરોના સિવાય એમઆઈએસ-સી નામની બીમારી સુરતમાં સામે આવી છે. આ કિસ્સામાં તમારા બાળકોને વધુ કાળજી લેવાની જરૂર છે કારણ કે આ રોગ બાળકોને શિકાર બનાવે છે.

(10:22 am IST)