Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

અમદાવાદના ઉસ્માનપુરા દરગાહમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા : મૌલવી સહિત 12 લોકોની અટકાયત

સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ :ડીસીપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

 

અમદાવાદ : શહેરના ઉસ્માનપુરા વિસ્તારમાં દરગાહ ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્ર થવાનાં કારણે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો હતો. જેના પગલે સ્થાનિકો દ્વારા પોલીસ કંટ્રોલમાં મેસેજ કરવામાં આવ્યો હતો. જેના પગલે ડીસીપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દરગાહ ખાતે લોકોનાં ટોળાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ફરતો થયો હતો. જેમાં કેટલાક માસ્ક પણ નહોતો પહેર્યો તો સાથે જ સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હોવાનું જણાય છે. DCP ઝોન 1 પ્રવીણ મલે જણાવ્યું કે, આજે ગુરૂવારે દરગાહમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હોવાની માહિતી મળતા પોલીસ પહોંચી ગઇ હતી. મૌલવી સહિતના લોકો સામે ગુનો નોંધીને 12 લોકોની અટકાયત કરી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે સોમવતી અમાસે સાબરમતી રિવરફ્રન્ટ પર ધાર્મિક અનુષ્ઠાન કરવા માટે પણ પુજારીઓ અને લોકો એકત્ર થતા હતા. તેમની વિરુદ્ધ પોલીસે કાર્યવાહી આરંભી છે. અમાસનું પુજન કરવા માટે મોટા પ્રમાણમાં લોકો એકત્ર થયા હતા. જેના પગલે પોલીસ દ્વારા પંડિત સહિતનાં લોકોની અટકાયત કરવામાં આવી હતી.

(8:56 am IST)