Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

ગુજરાત સ્વનિર્ભર શાળા મહામંડળ ધો. ૧૦ અને ધો ૧૨ નાં તાજેતરના પરિણામોમાં ખાનગી શાળા અને સરકારી, ગ્રાન્ટેડનાં પરિણામો અલગથી રજુ કરવા કરશે RTI

માત્ર રાજકારણી લાભ ખાતર સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓના શિક્ષણ વિચારની ચિંતાને બદલે ખોટા નિર્ણયો બહાર પાડે છે

 અમદાવાદ : ગત તા. ૧૬ જુલાઇના રોજ ગુજરાતની એકપણ પ્રાઇવેટ શાળાને એક પણ રૂપિયો ગ્રાન્ટ કે આર્થિક સહાય વગર સમગ્ર ગુજરાતની ૧૯૦૦૦ જેટલી શાળાઓ તેના ૧૫ લાખ કરતા વધુ કર્મચારીઓ અને ૫૦ લાખ કરતા વધુ વિદ્યાર્થીઓના અભ્યાસ બગાડવાની કે લાખો કર્મચારીઓની રોજગારી જતી રહે તેવો પ્રથ્ન ઊભો થયો છે ત્યારે એક શિક્ષણવિદ્ને શોભે તેવો ઉકેલ લાવવાને બદલે તેમજ સ્વનિર્ભર શાળાના શિક્ષકો, પટ્ટાવાળા, ડ્રાઇવર્સ, રસોયા, શૈક્ષણિક કે બિન શૈક્ષણિક કર્મચારીઓની રોજીરોટી છિનવાય જાય તેવી પરિસ્થિતિમાં યોગ્ય નિરાકરણ લાવવાને બદલે શૈક્ષણિક સમિતિ બનાવી ખાનગી શાળાના વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવાની તધલખી નિર્ણય કરી ગુજરાતના સ્વનિર્ભર શાળાના શિક્ષણમાં વિચાર ધરાવતા લાખો વિદ્યાર્થી-વાલીઓને વિશ્વાસમાં લીધા વગર ઓનલાઇન શિક્ષણ આપવાનો તુક્કો લડાવ્યો છે.

  ખરેખર સ્વનિર્ભર શાળાઓ જયારે ઓનલાઇન શિક્ષણ આપતી હતી. ત્યારે કેટલા પ્રાઈવેટ સ્કૂલના વિદ્યાર્થીઓ ડી.ડી. ગીરનાર કે હોમ લર્નીગમાં ભણતા હતા ? કેટલા વિદ્યાર્થીઓ આ વ્યવસ્થા સ્વીકારશે ? દરેક જિલ્લામાં સરકાર પોતાના સરકારી બાળકોની સરખામણીમાં પ્રાઇવેટના ૭૦ થી ૮૦ લાખ અને ગુજરાતી માધ્યમ / અંગ્રેજી માધ્યમ / હિન્દ્દી માધ્યમ વિવિધ બોર્ડ જેમકે  ઇન્ટરનેશનલ બોર્ડ આ તમામને ન્યાય આપશે ?

સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ટુંક સમયમાં બોર્ડના પરિણામે RTI કરીને કે કોર્ટનો સહારો લઇને પ્રાઇવેટ અને સરકારીના બાળકોના અલગ પરિણામો તાત્કાલિક વાલીઓની સામે લાવે તે પ્રકારની કાયદાકીય ગાઇડલાઇન પણ લેવાઇ રહી છે. તાજેતરમાં ધો.-૧૦ ના ગણિતના પેપરમાં અસંખ્ય વિદ્યાર્થીઓને થયેલ અન્યાય બાબતમાં પણ ગણિતના પેપરના પરિણામની તટસ્થ તપાસ કરવા પણ કમીટી રચવાની માંગણી થનાર છે.

  સાથો સાથ સેલ્ફ ફાયનાન્સ સ્કૂલો જો ફી ના મળે તો તેમના શિક્ષકોને છૂટા કરવાની નોબત આવે તો આ શિક્ષકોને પણ ફેડરેશન સાથે કાયદાકીય રીતે જોડી તેમની રોજીરોટી અને રોજગારનું શું ? તે પણ કાયદાકીય સંગઠનોનો દોર આજે દિવસભર ચાલ્યો છે. મહામંડળના જણાવ્યા પ્રમાણે આ કોરોનાના સમયગાળામાં એકબાજુ બાળકોનું રેગ્યુલર શિક્ષણ બંધ છે અને દિવસો ઘટી રહ્મા છે.અને ઓનલાઇન શિક્ષણમાં પણ રેગ્યુલર સ્કૂલ જેટલા કલાકે શિક્ષણકાર્ય થઇ રહ્યુ નથી ત્યારે પુખ્ત સોલ્યુશનને બદલે સરકાર જે અશકય છે અને જેનો લાંબો વિચાર કરવાને બદલે વિદ્યાર્થી, વાલીઓ, શિક્ષકો, શાળાઓનો વિચાર કરવાને બદલે અને ખાસ બગડી રહેલા સમયમાં અને ધો. ૧ર સાયન્સની મહત્વની એવી પરિક્ષાઓ માથે છે. રિપિટર વિદ્યાર્થીઓની પરિક્ષાનો કાર્યક્રમ માથે છે ત્યારે જે સરકારી તંત્ર દ્રારા શક્ય જ ન હોય છતા માત્ર રાજકારણી લાભ ખાતર સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓના શિક્ષણ વિચારની ચિંતાને બદલે ખોટા નિર્ણયો બહાર પાડે છે. આ માટે સરકારે સ્વનિર્ભર શાળાની વેદના સાંભળીને યોગ્ય નિરાકરણ લાવવું જોઇએ. તેમજ અસંખ્ય વાલીઓનો અભિપ્રાય સાંભળવા મળ્યો છે. સોશ્યલ મિડિયા પર પણ જે વાલીઓએ ફી ભરી દીધી છે અને તેમને પોતાની બાળકોને પ્રાઇવેટમાં ફી ભરીને પણ ભણાવવા જ છે તેવા વાલીઓનું એક ગ્રુપનો સુર પણ સેલ્ફ ફાયનાન્સ સ્કૂલની તરફમાં ઊભો થતો જોવા મળ્યો છે. કેટલાય સેલ્ફા ફાયનાન્સ સ્કૂલના સંચાલકોએ વાલીઓએ મળીને અમો તમારી સાથે છીએ તેવો વિશ્વાસ આપ્યો હોય તેવું પણ જાણવા મળે છે. ટુંકમાં સરકારના આ નિણયમાં વાલી-વિદ્યાર્થી-શિક્ષકો અને શિક્ષણ ખોરવાય તે વાલીઓને ચિંતા પ્રવર્તતી રહી છે.

એક સર્વે મુજબ સમગ્ર ભારતમાં ૧ર કરોડ કરતા વધુ વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલોમાં અભ્યાસ કરી રહ્યા છે. ૧૯૭૮ થી શરૂ કરીને અત્યાર સુધીમાં એટલે કે ર૦૧૯ સુધીમાં ૫૦ % કરતા વધુ વિદ્યાર્થીઓ પ્રાઇવેટ શાળાઓ પર પસંદગી કરી રહ્યા છે અને ૧૦.૫ કરોડ વિદ્યાર્થીઓ સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરી રહ્યા છે. સૌથી વધુ આશ્ચર્યજનક બાબત એ છે કે સમગ્ર ભારતમાંથી ૧ર કરતા વધુ રાજયોમાં હાઇકોર્ટ ઓનલાઇન શિક્ષણને જરૃરી અને વાસ્તવિક બતાવી રહી છે અને તેની ફી ભરવાનો પણ આદેશ આપ્યો છે અને ગુજરાત હાઇકોર્ટ કોઇ ચુકાદો આપ્યો ના હોવા છતાં ગુજરાત સરકાર સ્વનિર્ભર શાળાઓની ઓનલાઇન શિક્ષણને વાસ્તવિક અને ફી આપવા યોગ્ય શા માટે માની નથી રહી ?

વાલીઓના કેટલાક પ્રશ્નો :-

શું સરકાર સમગ્ર ગુજરાતના સરકારી સ્કૂલના ૬૦ % બાળકો સધી ઓનલાઈન શિક્ષાગ પહોંચાડી શકી નથી ત્યારે ખાનગી સ્કૂલના ૭૦ થી ૮૦ લાખ વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકશે.

સરકાર પાસે પ્રાથમિક અને ગુજરાત બોર્ડના શિક્ષાગની ઓનલાઈન વ્યવસ્થા છે ત્યારે ઈગ્લીશ મિડીયમ, (135313 બોર્ડ, ઇન્ટરનેશનલ બોર્ડના વિદ્યાર્થીઓ માટે અને ઉપરાત હિન્દી મિડિયમના વિદ્યાર્થીઓ માટે સરકાર પાસે કોઇ વ્યવસ્થા ખરી ?

સરકારની એકપણ  શાળામાં પ્રી-પ્રાઇમરી/નર્સરીની વ્યવસ્થા નથી તો નર્સરીના બાળકોને ન્યાય મળશે ખરો ? એકપણ પ્રાઇવેટ શાળાઓ જે રીતે કરી રહી છે તેમ ?

કદાચ સરકાર એડી-ચોડીનું જોર લગાવી છે તો પ્રાઇવેટ શાળામાં કવોલીટી એજ્યુકેશન અને

વ્યવસ્થાઓમાં ટેવાયેલા બાળકોને સરકારી શિક્ષણતંત્ર એ કવોલીટી આપી શકશે ખરા ?

આ પરિપત્ર કરનાર શિક્ષગવિદ્દો, અધિકારીઓ અને ખૂદ શિક્ષણમંત્રીના પ્રપોત્રો સરકારીમાં અભ્યાસ કરી રહ્યા છે ખરા ?

સમિતિમાં કાર્ય કરનારને સરકાર પગાર (ફી) ચૂકવશે કે તેઓ ફીમાં લેવા આવશે ?

સરકારી તંત્ર પોતાના સરકારી બાળકો સુધી પાગ ૫૦% બાળકો સુધી પહોંચી શકયુ નથી ત્યારે ૭૦ થી ૮૦ લાખ વિદ્યાર્થીઓ સુધી કેવી રીતે પહોંચી શકાશે એ પુખ્ય વિચારણા કરી છે ખરી ?

ઘણી પ્રાઇવેટ શાળાઓ પોતાની ચેનલ/ ખાસ એપ્લીકેશન કે ચોકકસ માધ્યમો દ્વારા લાઇવ કરે છે તેઓ સરકાર આપી શકશે ?

સરકાર અને સંચાલકો વચ્ચે જો કોઇ નિાર્ગય ન આવે તો આવનારી પૂરક પરિક્ષામાં સંચાલકો પરિક્ષા માટે પોતાની સ્કૂલો ફાળવશે કે તે પાગ વાલીઓમાં મૂંઝવાગ ઉભી થયેલ છે ?

(12:39 am IST)