Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

કોરોનાને હરાવી 3 વાર પ્લાઝમા દાતા બનનાર ફૈઝલ ગુજરાતનો પ્રથમ યુવક

14 દિવસની સારવાર બાદ ફૈઝલ 2 એપ્રિલે સિવિલ હોસ્પિટલમાંથી કોરોનાને માત આપી સાજો થયો હતો,

સુરત : કોરોનાના પોઝિટિવ દર્દીઓ માટે પ્લાઝમાં પદ્ધતિ આશીર્વાદરૂપ સમાન છે, જ્યારે પણ એક પ્લાઝમા ડોનેરના કારણે બે દર્દીઓને જીવનદાન મળતું હોય છે, ત્યારે સુરતના ફૈઝલ ચુનારા નામના યુવકે એક કે બે વખત નહીં પરંતુ ત્રણ ત્રણ વખત પ્લાઝમા ડોનેટ કરી છ દર્દીઓને જીવનદાન આપ્યું છે. મહત્વ છે કે, ત્રણ વખત પ્લાઝમાં ડોનર કરનાર ફૈઝલ ગુજરાતનો પ્રથમ ડોનર બન્યો છે.

કોરોનાની મહામારી શરૂ થઈ તે સમયે માર્ચ મહિનામાં દુબઈમાં એક્સપોર્ટ અને ઈમ્પોર્ટ નો વેપાર કરનાર ફેઝલ ચુનારા અન્ય લોકોની જેમ જ વતન ભારત આવવા માંગતો હતો. જો કે ગંભીર મહામારીને પગલે લિમિટેડ ફલાઇટ ચાલી રહી હતી, કેટલાક ભારતીયો દ્વારા ભારત આવવાની માંગણી કરવામાં આવી હતી જેથી ભારત દૂતાવાસે કેટલીક વ્યવસ્થા કરી આપી હતી. જે ને કારણે ફેઝલ પણ ભારત આવી ગયો હતો. વિદેશથી આવ્યો હોવાથી ફૈઝલમાં કોરોનાના લક્ષણો દેખાતા તેને કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. 19 માર્ચના રોજ ફૈઝલનો રિપોર્ટ પોઝિટિવ આવતા તે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

14 દિવસની સારવાર બાદ ફૈઝલ 2 એપ્રિલના રોજ સિવિલ હોસ્પિટલમાંથી કોરોના ને માત આપી સાજો થયો હતો, આ સમય દરમિયાન પ્લાઝમા ડોનેટ કરવા માટે અપીલ કરવામાં આવી રહી હતી. કોરોનામુક્ત થયેલાં દર્દીમાં એન્ટીબોડી ડેવલપ થાય તેનું જ પ્લાઝમા લેવામાં આવે છે. પ્લાઝમા આઈસીયુમાં દાખલ અન્ય ક્રિટિકલ કોરોનાના દર્દીઓ માટે આશીર્વાદ સમાન હોય છે. ફૈઝલે વિચાર કર્યો હતો કે કોરોના દર્દીઓ માટે પ્લાઝમા ડોનેટ કરી દેશનું રુણ અદા કરી શકે છે, ફૈઝલ આ વાત જાણતો હતો આ જ કારણ છે કે તેને એક વાર પ્લાઝમા ડોનેટ કર્યું હતું.

જો કે તેને લાગ્યું કે પ્લાઝમા ડોનેટ કરવું ફાયદા કારક છે જેથી તેને ત્રણ વખત પ્લાઝમા ડોનેટ કર્યા છે. ફૈઝલ એવો ડોનર બની ગયો છે કે જેને ગુજરાતમાં ત્રણ વાર પ્લાઝમા ડોનેટ કર્યા છે, ફૈઝલ અગાઉ 6 મે, અને 7 જુલાઈના રોજ પ્લાઝમા ડોનેટ કર્યા હતાં. એકવાર પ્લાઝમા ડોનેટ કરવાથી આઈસીયુમાં દાખલ બે દર્દીઓને સાજા કરી શકાય છે.

નવી સિવિલ હોસ્પિટલના બ્લડ બેંકના ઇન્ચાર્જ ડૉ મયુર જરગ અને તેમની ટીમે ખાસ કાળજી લીધી હતી,

ડોક્ટર મયુરે જણાવ્યું હતું કે ફૈઝલનો પ્રયાસ ગુજરાતીઓ માટે આદર્શ ઉદાહરણ બની ગયો છે. ગુજરાતમાં અનેક લોકોએ પ્લાઝમા ડોનેટ કર્યા છે, પરંતુ ત્રણ વખત પ્લાઝમા કોઈએ ડોનેટ કર્યા નથી જેથી ફૈઝલે ઉપલબ્ધિ મેળવી છે.”

(11:34 pm IST)