Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

સેલવાસથી વ્યારા લઈ જવાતો દારૂ ભરેલી કાર ડુંગરા પોલીસે ઝડપી: ચોરખાનામાંથી 84 બોટલ દારૂ મળ્યો : એકની અટકાયત

ડુંગરા પોલીસની ટીમને સફળતા પીએસઆઈ જયદીપસિંહ ચાવડા, ઋતુરાજસિંહ ઝાલા તેમજ સ્ટાફનો સપાટો

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ :વાપી તાલુકાના ડુંગરા પોલીસે મળેલી બાતમીના આધારે કરવડ નાની તંબાડી ત્રણ રસ્તા નજીકથી પસાર થતી કારમાંથી રૂ.67200ની કિંમતની દારૂની 84 બોટલ કબ્જે કરી વ્યારાના ઇસમ સામે કાર્યવાહી હાથ ધરી હતી.ડુંગરા પોલીસને બાતમી મળી હતી કે સેલવાસથી કરમખલ થઈ નાની તબાડી ફાટક થઈ દારૂ ભરેલી સેન્ટરો કાર નંબર જી.જે.21.3974 નાનાપોંઢા તરફ જનાર છે.જે અંગે પોલીસએ કરવડ તબાડી ત્રણ રસ્તા નજીકથી પસાર થઈ રહેલી ઉપરોક્ત નંબર ધરાવતી કારને અટકાવી તપાસ કરતા કારના પાછળના ભાગે બમ્પર અને ટેઇલ લાઈટના પાછળ ચોર ખાનું બનાવી તેમાં મુકેલી દારૂની 84 બોટલ કબ્જે કરી મદનસિંગ વિશાલ સિંગ રાવ (રહે.વ્યારા,સિગી ફળિયું,મગન ડાહ્યા ચાલ) ની અટક કરી હતી.પૂછપરછમાં તેણે જણાવ્યું કે દારૂનો જથ્થો મયુર ઉર્ફે ડબબો અશોક તાબેકર મહયા વશી (રહે.નાની તબાડી) એ સેલવાસ ડોકમરડી બ્રિજ પાસે આવી કાર લઈ જઈ પેસા લઈ જઈ કોઈ જગ્યાએ થી દારૂ ભરી લાવ્યો હતો.વધુમાં તેણે દારૂ તેની હોટલમાં છૂટક વેચવા માટે લઈ જઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું.ઘટના અંગે ઋતુરાજસિંહ કિરતસિંહ ઝાલા ડુંગરા પોલીસ એ ઘટના અંગે ડુંગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી

(10:54 pm IST)