Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

વલસાડ જિલ્લામાં સતત કોરોના કેસોએ તંત્રની ચિંતા વધારી : વલસાડમાં 5 સહીત વધુ 9 કેસ

વલસાડની મેડિકલ કોલેજ ૨૩ વર્ષીય પુરુષ , છીપવાડ ૫૬ વર્ષીય પુરુષ , ગુંદલાવના શક્તિનગરમાં ૩૨ વર્ષીય પુરુષ અને ભોમા પારડી ૨૭ વર્ષીય સ્ત્રીને કોરોના

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લામાં કોરોના બેફામ ફેલાયો છે વલસાડ જિલ્લામાં વધુ 9 કેસ આવતા તંત્ર પણ દોડતું થયું છે વલસાડ ૫,પારડી ૧,વાપી ૧,ઉમરગામ ૨ વધુ 9 કેસ ચિંતામાં વધારો કરે છે વલસાડની મેડિકલ કોલેજ ૨૩ વર્ષીય પુરુષ , છીપવાડ ૫૬ વર્ષીય પુરુષ , ગુંદલાવના શક્તિનગરમાં ૩૨ વર્ષીય પુરુષ અને ભોમા પારડી ૨૭ વર્ષીય સ્ત્રીને કોરોના પોઝિટિવ આવ્યો છે અત્યાર સુધીના કુલ પોઝિટિવની સંખ્યા  ૫૦૨ પર પહોંચી છે
 

(10:50 pm IST)