Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

આર.ટી.ઓ. વલસાડની વિવિધ સીરીઝમાં ગોલ્‍ડન અને સીલ્‍વર નંબર માટે ફેરહરાજી કરાશે

અરજદારે તેમના વાહનોનું રજિસ્‍ટ્રેશન કરાવી http://parivahan.gov.in/fancy વેબસાઇટ ઉપર ઓનલાઇન રજિસ્‍ટ્રેશન કરાવવું પડશે

વલસાડ તા.૨૩: વલસાડ જિલ્લામાં મોટરિંગ પબ્‍લિકની સગવડતાના હેતુસર દ્વિચક્રી વાહનની GJ-15- DK/ DH અને DJ, ચારચક્રી વાહનોની GJ-15-CK અને CJ સીરિઝમાં બાકી રહેલા ગોલ્‍ડન-સીલ્‍વર નંબર માટે ઓનલાઇન હરાજી કરાશે.

 

           ઉક્‍ત હરાજીમાં ભાગ લેવા માટેની ઇચ્‍છા ધરાવનાર અરજદારે તેમના વાહનોનું રજિસ્‍ટ્રેશન કરાવી http://parivahan.gov.in/fancy વેબસાઇટ ઉપર ઓનલાઇન રજિસ્‍ટ્રેશન કરી હરાજીમાં ભાગ લઇ શકશે. અરજદારે વાહન ખરીદ કર્યાની તારીખથી ૭ દિવસની અંદર સી.એન.એ. ફોર્મ ભરેલું હોવું જરૂરી છે, જે રજૂ નહીં કરનાર હરાજીમાં નિષ્‍ફળ જાહેર કરાશે.
           ઉક્‍ત હરાજી માટેનું ફોર્મ તા.૨૪ અને ૨૫ જુલાઇ, ૨૦૨૦ દરમિયાન રજિસ્‍ટ્રેશન તેમજ અરજી કરવાની રહેશે. તા.૨૬ અને ૨૭મી જુલાઇના રોજ હરાજી માટેનું બીડિંગ ઓપન થશે. તા.૨૮/૦૭/૨૦૨૦ના રોજ કચેરી સમય દરમિયાન રીઝલ્‍ટ જાહેર કરી તથા ત્‍યારબાદ નિયમ મુજબના દિવસો બાદ અરજદારે તેમના ફોર્મ જમા કરાવવાના રહેશે.
          હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના પાંચ દિવસમાં નાણાં જમા નહીં કરાવનાર અરજદારની મૂળ રકમ જપ્‍ત થશે અને તે નંબરની હરાજી ફરીથી કરાશે. ઓનલાઇન હરાજી દરમિયાન આર.બી.આઇ. દ્વારા નક્કી કરેલા દરે ચાર્જ ચૂકવવાનો રહેશે. વાહન સેલ લેટરમાં સેલ તારીખથી ૩૦ દિવસના અંદરના જ અરજદારો હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે, સમયમર્યાદા બહારની અરજીઓ રદ કરવામાં આવશે, એમ પ્રાદેશિક વાહન વ્‍યવહાર અધિકારી દ્વારા જણાવાયું છે.

(10:38 pm IST)