Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

વલસાડ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસ ધરાવતા વિસ્‍તારોમાં એપીસેન્‍ટર અને કન્‍ટેઇનમેન્‍ટ એરીયા જાહેર કરાયા

વલસાડઃ: વલસાડ જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાં કોરોના પોઝીટીવ કેસો જણાતાં વાઇરસના ઝડપી સંક્રમણને ધ્‍યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૂપે જિલ્લા મેજિસ્‍ટ્રેટ આર.આર.રાવલે એપેડેમીક ડીસીઝ એકટ અન્‍વયે મળેલી સત્તાની રૂએ સંબંધિત વિસ્‍તારમાં એ.પી.સેન્‍ટર અને કન્‍ટેઇનમેન્‍ટ ઝોન નક્કી કરી તાત્‍કાલિક અસરથી તા.૧૮/૦૮/૨૦૨૦ સુધી કેટલાક કૃત્‍યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્‍યો છે.
             વલસાડ જિલ્લાના (૧) વાપી તાલુકાના છરવાડા, હીરા નગર ખાતે આવેલા ફલેટ નં.૧૦૫, પ્રથમ માળ, આંગન કુટીર-સી બિલ્‍ડિંગ, પારૂબાઇ હનુમંતભાઇ  પાટીલ, (૨) વલસાડ નગરપાલિકા વિસ્‍તારના હાલર વશી ફળિયાના ફલેટ નં.૩૦૫, ત્રીજો માળ, આસ્‍થા બિલ્‍ડિંગ, ડૉ.રાધિકાબને રાહુલભાઇ ટીક્કુ, (૩) વાપી નોટીફાઇડ એરીયાના જીઆઇડીસી ખાતે આવેલા ફલેટ નં.૬, ત્રીજો માળ, ગૌતમ એપાર્ટમેન્‍ટ-જી બિલ્‍ડિંગ, અરવિંદભાઇ જે.મણિયાર, (૪) વાપી નગરપાલિકા વિસ્‍તારના કસ્‍ટમ રોડ, ઝંડાચોક પાસે આવેલા ફલેટ નં. પી-૯૦૨, નવમો માળ, રૂબી હાઇટસ, આશી ખુસેન ગુલામઅલી પરદાવાલા, (૫) વાપી તાલુકાના બલીઠા જીઇબી નજીક આવેલી ત્રિવેણી સોસાયટીના ફલેટ નં.૨૦૫, બીજો માળ, પુનમ પેલેસ, વીણાબેન જીતેન્‍દ્રભાઇ દરબાર, (૬) વલસાડ તાલુકાના નનકવાડા સિવિલ હોસ્‍પિટલ કેમ્‍પસમાં આવેલા ફલેટ નં.૩૦૧, ત્રીજો માળ, બ્‍લોક સી, કમલેશભાઇ રામચંદ્રભાઇ સાવલે, (૭) વલસાડ તાલુકાના વેલવાચ નિશાળ ફળિયામાં આવેલું નિછાભાઇ બર્જુલભાઇ પટેલનું મકાન, (૮) વલસાડ નગરપાલિકા વિસ્‍તારના અબ્રામા ખાતે આવેલી જમનાબાગ સોસાયટીના ડૉ.જીગરભાઇ મનિષભાઇ મિસ્રીનું મકાન, (૯) વાપી તાલુકાના બલીઠા ભૂતિયા ફળિયા ખાતે આવેલું શકુંતલાબેન સુરેશભાઇ નાયકનું મકાનને એપી સેન્‍ટર તરીકે જાહેર કરાયા છે.
             વલસાડ જિલ્લાના (૧) વાપી તાલુકાના છરવાડા, હીરા નગર ખાતે આવેલા આંગન કુટીર-સી બિલ્‍ડિંગના પ્રથમ માળના તમામ ફલેટસ, (૨) વલસાડ નગરપાલિકા વિસ્‍તારના હાલર વશી ફળિયામાં આવેલી આસ્‍થા બિલ્‍ડિંગના ત્રીજા માળના તમામ ફલેટસ, (૩) વાપી નોટીફાઇડ એરીયાના જીઆઇડીસી ખાતે આવેલા ગૌતમ એપાર્ટમેન્‍ટ-જી બિલ્‍ડિંગના ત્રીજા માળના તમામ ફલેટસ, (૪) વાપી નગરપાલિકા વિસ્‍તારના કસ્‍ટમ રોડ, ઝંડાચોક પાસે આવેલા રૂબી હાઇટસના નવમા માળના તમામ ફલેટસ, (૫) વાપી તાલુકાના બલીઠા જીઇબી નજીક આવેલી ત્રિવેણી સોસાયટીના પુનમ પેલેસના બીજા માળના તમામ ફલેટસ, (૬) વલસાડ તાલુકાના નનકવાડા સિવિલ હોસ્‍પિટલ કેમ્‍પસમાં આવેલા બ્‍લોક સીના ત્રીજા માળના તમામ ફલેટસ, (૭) વલસાડ તાલુકાના વેલવાચ નિશાળ ફળિયામાં આવેલું નિછાભાઇ બર્જુલભાઇ પટેલ, અરવિંદભાઇ નિછાભાઇ પટેલ, અંબુભાઇ નિછાભાઇ પટેલ અને ગણેશભાઇ મોતીભાઇ પટેલનું મકાન મળી કુલ ચાર મકાન, (૮) વલસાડ નગરપાલિકા વિસ્‍તારના અબ્રામા ખાતે આવેલી જમનાબાગ સોસાયટીના ડૉ.જીગરભાઇ મનિષભાઇ મિસ્ત્રી અને યોગેશભાઇ પટેલ મળી કુલ બે મકાન, (૯) વાપી તાલુકાના બલીઠા ભૂતિયા ફળિયા ખાતે આવેલું શકુંતલાબેન સુરેશભાઇ નાયક અને કલ્‍પેશભાઇ કાંતિભાઇ નાયક મળી કુલ બે મકાનોના તમામ હદ વિસ્‍તારોને કન્‍ટેઇનમેન્‍ટ ઝોન તરીકે જાહેર કરાયા છે.
         ઉક્‍ત તમામ વિસ્‍તારોને ચારે બાજુથી સીલ કરી તેમાં બહાર કે અંદરની અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. અત્રેના રહેવાસીઓને આવશ્‍યક ચીજ વસ્‍તુઓ જે તે નગરપાલિકા અથવા ગ્રામ પંચાયત દ્વારા હોમ ડીલીવરીથી પુરી પાડવામાં આવશે. સંબંધિત વિસ્‍તારોના તમામ રહેવાસીઓનું સ્‍ક્રીનિંગ આરોગ્‍ય વિભાગ દ્વારા કરવામાં આવશે.
         આ હુકમ સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્‍ય સરકારી અને અર્ધ સરકારી, ખાનગી દવાખાના સ્‍ટાફ તથા ઇમરજન્‍સી સેવા સાથે સંકળાયેલા વ્‍યક્‍તિ કે જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તથા ભારત સરકારના ગૃહ મંત્રાલયના અગાઉ ઇસ્‍યુ કરેલા હુકમોથી જાહેર કરવામાં આવેલ આવશ્‍યક સેવાઓ કે જે માટે અધિકૃત અધિકારી દ્વારા પાસ ઇસ્‍યુ કરવામાં આવ્‍યા છે તેઓ તથા સ્‍મશાનયાત્રાને લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર વ્‍યક્‍તિ ભારતીય દંડ સંહિતા તેમજ નેશનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એકટની જોગવાઇ મુજબ સજાને પાત્ર થશે.

(10:32 pm IST)