Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

તોડ મામલે મહિલા પીએસઆઈ શ્વેતા જાડેજાની જામીન અરજી કોર્ટે ફગાવી

દુષ્કર્મના કેસમાં આરોપીને બચાવવા ૩૫ લાખ લીધા : જામીન પર મુકત કરવામાં આવે તો અન્ય જાહેર સેવકો પણ લાંચ લેતા પ્રેરાય તેવી શકયતા : કોર્ટનું અવલોકન

અમદાવાદ,તા.૨૩ : બળાત્કાર કેસના આરોપી અને જીએસપી ક્રોપ સાયન્સના એમડી પાસેથી રૂ. ૩૫ લાખનો તોડ કરવા મામલે પકડાયેલ આરોપી મહિલા પીએસઆઈ શ્વેતા જાડેજાની જામીન અરજી એસીબીના ખાસ જજ ચિરાયુ સનતકુમાર અધ્યારૂએ ફગાવી દીધી છે. કોર્ટે નોંધ્યુ છે કે, આરોપી એક પોલીસ સબ ઈન્સ્પેકટર કક્ષાના જવાબદાર વ્યકિત છે. તેની સામે જો આવા ગંભીર ગુનાનો આક્ષેપ છે ત્યારે જો રેગ્યુલર જામીન પર મુકત કરવામાં આવે તો સમાજ ઉપર તેની વિપરીત અસર પડવાની શકયતા રહેલી છે. તેમજ અન્ય જાહેર સેવકો પણ લાંચ રૂશ્વત લેવા પ્રેરાય તેવી શકયતા રહેલી છે. હાલના આરોપીને જામીન પર મુકત કરવામાં આવે તો તપાસમાં અડચણ ઉભી થવાની શકયતા છે,,ઉપરાંત લાંચની રકમ રિકવર કરવામાં અડચણ ઉભી થવાની શકયતા રહેલી છે.

          પીએસઆઈ શ્વેતા જાડેજાએ કરેલી જામીન અરજીમાં એવી રજૂઆત કરી છે કે, હું નિર્દોષ છું, ખોટી રીતે સંડોવી દેવામાં આવી છે, ફરિયાદ મોડી કરવા અંગે કોઇ કારણ આપવામાં આવ્યું નથી, મે લાંચ લીધી હોય તેવો એક પણ પુરાવો નથી, ફરિયાદમાં ફરિયાદીએ ૧૫ લાખ બેંકમાંથી ઉપાડ્યાનું જણાવ્યું છે, જ્યારે આંગડિયા પેઢીમાં ૨૦ લાખ મોકલવાનું કહ્યું છે, તો વધારાના પાંચ લાખ ક્યાંથી લાવ્યા તેનો કોઇ ખુલાસો નથી, આખીય ફરિયાદ ખોટી છે, ૨જી જુલાઈથી પોલીસ કસ્ટડીમાં છે. કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે, તેથી જામીન આપવા જોઇએ. મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે તપાસનીશ અધિકારી બી..સી.સોંલકીની એફિડેવીટ રજૂ કરીને કોર્ટને જણાવ્યુ હતુ કે, આરોપી પીએસઆઈ સામે પુરતા પુરાવા મળી આવ્યા છે.

           ફરિયાદી પાસેથી આરોપીએ ફેબ્રુઆરી સુધીમાં કુલ ૪૫ લાખ મેળવ્યા હતા અને તમામ નાણાં આંગડિયા મારફતે તેના બનેવી દેવેન્દ્રને મોકલી આપ્યાના પુરાવા મળ્યા છે.જે આંગિડયામાં હવાલા પાડયા હતા તેમના નિવેદનો લેવામાં આવ્યા છે. આરોપી સામે પુરાતા પુરાવા મળ્યા છે અને હજુ તપાસ દરમ્યાન બીજા પુરાવા હાથ લાગે તેમ છે. મહત્વના સાક્ષીઓના મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદનો લેવાની કાર્યાવાહી ચાલુ છે. આરોપીના બનેવી દેવેન્દ્રની તપાસ ચાલુ છે તે મળી આવતા નથી. જેથી જામીન અરજી ફગાવી જોઈએ. ત્યારબાદ કોર્ટે આરોપી પીએસઆઈની જામીન અરજી ફગાવી દીધી છે.બીજી તરફ પીએસઆઈ શ્વેતા જાડેજા ભષ્ટ્રાચારના નાણાં આંગડિયા મારફતે મોકલતી હતી અને તેના બનેવી દેવેન્દ્ર ઓડેદરા આંગડિયામાંથી લઈ જતા હતા. હાલમાં દેવેન્દ્રની તપાસ કરતા મળી આવતા નથી.આમ શ્વેતાના બનવી દેવેન્દ્રની પોલીસ હવે ગમે ત્યારે ધરપકડ કરશે.લાંચનો આક્ષેપ ૩૫ લાખનો અને આંગડિયામાં  ૪૫ લાખના હવાલા પડયા.

         મહિલા પીએસઆઈની તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે ફરિયાદમાં ૩૫ લાખનો આક્ષેપ થયો હતો. એસઓજી દ્વારા હાથ ધરવામાં આવેલ તપાસમાં આંગડિયા પેઢીમાં માત્ર દિવસમાં કુલ ૪૫ લાખ ૧૨ હજાર મોકલવામાં આવ્યા હતા.જેમાં ૩૦ લાખ દેવન્દ્રને મોકલ્યા હતા. જયારે એકવાર પાંચ લાખ, બીજીવાર લાખ અને એક લાખ એમ આંગડિયામાં નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.મહિલા પીએસઆઈની જેલમાં પુછપરછની પરવાનગી મેળવી એસઓજીના અધિકારીએ કોર્ટમાં અરજી આપીને એવી દાદ માંગી હતી કે, આંગડિયામાં મહિલા પીએસઆઈ  થ્વેતા જાડેજાએ સમીર અરવિદભાઈ સીકલીગરને દસ લાખ આપ્યા હતા,જે નાણાં સમીરે ૧લી ફેબ્રુઆરીના રોજ પીએમ આંગડિયા મારફતે દેવેન્દ્ર આડેદરાને મોકલ્યા હતા. બાબતે શ્વેતા જાડેજાની જેલમાં જઈને પુછપરછ કરવી ખૂબ જરૂરી છે. ત્યારબાદ કોર્ટે મહિલા પીએસઆઈ શ્વેતા જાડેજાની જેલમાં પુછપરછ કરવાની પરવાનગી આપી હતી.

(10:02 pm IST)