Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

રાજ્યના ધોરણ 3 થી 12ના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના તમામ વિદ્યાર્થીઓ માટે ટીવીમાં શૈક્ષણિક કાર્યક્રમો: 24×7 ધોરણે પ્રસારિત થશે

વંદે ગુજરાત ચેનલ્સ નં. 1 થી 16 પર અને મોબાઇલ ફોનમા જીયો ટી.વી. એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી જોઈ શકાશે : શિક્ષણમંત્રીના અધ્યક્ષ સ્થાને બેઠકમાં લેવાયો નિર્ણ્ય

અમદાવાદ : આજે શિક્ષણ મંત્રીના અધ્યક્ષ સ્થાને શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓ સાથેની બેઠકમા ગુજરાત રાજ્યના ધોરણ 3 થી 12ના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના તમામ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે કેટલાક નિર્ણય લેવામા આવ્યા છે .

બાયસેગની વંદે ગુજરાત ચેનલ્સ નં. 1 થી 16 પર ધોરણ 3 થી 12ના ગુજરાતી અને  અંગ્રેજી માધ્યમના બાળકો માટે કાર્યક્રમો પ્રસારિત કરવામા આવશે જે ડાયરેકટ ટુ હોમ (ડી.ટી.એચ.) મારફતે ટી.વી.મા જોઈ શકાશૅ. આ કાર્યક્રમ 24×7 ધોરણે પ્રસારિત કરવામા આવશે.
- આ ઉપરાંત જીયો સીમકાર્ડ ધરાવતા મોબાઇલ ફોનમા જીયો ટી.વી. એપ્લિકેશન ડાઉનલોડ કરવાથી વંદે ગુજરાત ચેનલ્સથી પ્રસારીત થતા શૈક્ષણિક કાર્યક્રમ જોઈ શકાશૅ. આ માટે જીયો ટી.વી. એપમા કેટેગરીમાં જઇ ઍડ્યુકેશનલ પસંદ કરતા વંદે ગુજરાત ચેનલ નં 1 થી 16 પર પ્રસારિત થતા શૈક્ષણિક કાર્યક્રમો નિહાળી શકાશૅ
- વધુમા આ તમામ શૈક્ષણિક કાર્યક્રમ જેમા ધોરણ 3 થી 8 માટે જી.સી.ઈ.આર.ટી.ની યુ-ટ્યુબ ચેનલ GCERT gandhinagar અને ધોરણ 9 થી 12 માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની યુ-ટ્યુબ ચેનલ GSHSEB Gandhinagar  પર ઉપલબ્ધ રહેશે. આ વ્યવસ્થાનો લાભ લેવા સર્વે વિદ્યાર્થીઓને અનુરોધ છે.

(9:19 pm IST)