Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

મોડાસા:મેઢાસણ-સરડોઇ નજીક પોલીસે કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાંચ આરોપીની ધરપકડ કરી

મોડાસા:મેઢાસણ-સરડોઈ માર્ગના ટીંટીસર નજીક માર્ગ પરના પુલીયા પાસેથી પસાર થતી એક કાર સહિત દારૂ ભરેલ કારનું પાયલોટીંગ કરતી બીજી કાર ઝડપી પડાઈ હતી. કારમાંથી એલસીબી પોલીસે કુલ રૂ.,૪૯,૬૦૦ ની કિંમતની વિદેશી દારૂની ૪૫૬ બોટલો કબ્જે કરી હતી. જયારે વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ પાંચ આરોપીઓને ઝડપી પડાયા હતા.

જિલ્લા પોલીસ દ્વારા ખાનગી બાતમીદારો રોકી અંતરીયાળ માર્ગો ઉપર નાકાબંધી ગોઠવાઇ હતી .  એલસીબી પોલીસ ઈન્સ્પેકટર સહિતની ટીમ દ્વારા મળેલી બાતમીના આધારે મેઢાસણ-સરડોઈ માર્ગના ટીંટીસર નજીક પુલીયા પાસે નાકાબંધી ગોઠવાઈ હતી. પોલીસ ટીમની નાકાબંધી દરમ્યાન બાતમી મુજબની મારૂતી રીડસ કાર નં.જીજે.૦૧.આરએલ.૨૦૮૧  પસાર થતાં પોલીસ દ્વારા કોર્ડન કરી અટકાવાઈ હતી. દરમ્યાન કારના પાછઈ આવી રહેલ મારૂરી રીડસ કાર નં.જીજે.૦૧.કેઆર.૩૦૮૧ આવી ચડતાં કારને પણ રોકી દેવાઈ હતી. બંને કારમાં તપાસ હાથ ધરતા કાર નં.જીજે.૦૧.કેઆર.૩૦૮૧ માંથી પોલીસને વિદેશી દારૂ ની પેટી-૨૬ અને છુટક બોટલો મળી કુલ ૪૫૬ બોટલો કીં.રૂ.,૪૯,૬૦૦/- નો વિદેશી દારૂનો ગેરકાયદેસર જથ્થો મળી આવ્યો હતો. કારના ચાલક પ્રકાશ ચૌહાણ રહે.નરોડા,મૂળ રહે.આબુરોડ ને ઝડપી લેવાયો હતો.

 જયારે આગળ આવેલ કારમાં સવાર જણા દારૂ ભરેલ કારનું પાયલોટીંગ કરી રહયા હતા.તે કારમાં સવાર દિલીપ રાઠોડ,નિર્મલ ઉર્ફે નીતીન ઓડ,વિપુલ સેન અને પ્રકાર સેન તમામ રહે.નાનાચીલોડા નાઓને પણ ઝડપી લેવાયા હતા. તમામ ઈસમો રાજસ્થાનના ચુંડવાડા થી પીન્ટુ ઉર્ફે બટકો કલાક અને વિષ્ણુ બિસ્નોઈ ભરી આપેલ વિદેશી દારૂ અમદાવાદના રીંગરોડ ઉપર ડીલીવરી લેનાર વિષ્ણુ બિસ્નોઈ ના માણસને પહોંચાડવા રાજસ્થાનના તલૈયાથી ગુજરાતમાં પ્રવેશી પાલ્લાશામળાજીજીવણપુરસરડોઈ થઈ લીંભોઈ-તેનપુર ના માર્ગે અમદાવાદ જઈ રહયા હોવાનું ઝડપાયેલા આરોપીઓએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું. જિલ્લા એલસીબી પોલીસે દારૂ હેરાફેરી પ્રકરણે વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી દારૂનો જથ્થો,બે કાર,મોબાઈલ નંગ- અને રોકડ મળી કુલ રૂ.,૬૦,૬૦૦ નો મુદ્દામાલ મોડાસા રૂરલ પોલીસ ને હવાલે કર્યો હતો.રૂરલ પોલીસે પ્રકરણે વધુ તપાસ હાથ ધરી છે.

(5:37 pm IST)