Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

કરજણ ડેમ પાસેની સાઈડ પરથી રૂ.6,280 ના ડ્રમ અને સિમેન્ટની ચોરી થતા ફરીયાદ નોંધાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકના કરજણ ડેમ નજીક આવેલી સાઈડ પરથી કન્સ્ટ્રકશનના સામાનની ચોરી થતા રાજપીપળા પોલીસ મથકે ગુનો નોંધાયો છે
મળતી માહિતી મુજબ સાઈડ પર સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા સુરતઅવલમ શબ્દઅવલમ  બારોટ (રહે.રાજપીપળા )એ આપેલી ફરિયાદ મુજબ તા.20 જૂન થી 22 જૂનના સમય દરમ્યાન કરજણ ડેમ તરફ આવેલી તેમની સાઈડ પર ૨૦૦ લીટરના પ્લાસ્ટીક ના વાદળી કલરના ડ્રમ નંગ-૦૫ ની કિ.રૂ.૪૦૦૦  તથા સાંધી કંપની સિમેન્ટની થેલી નંગ-૬ જેની કિ.રૂ.૨૨૮૦ મળી કુલે રૂપિયા. ૬૨૮૦ની ચોરી કરી લઈ જતા રાજપીપળા પોલીસે અજાણ્યા ચોર બાબતે તપાસ હાથ ધરી છે.

(1:07 am IST)