Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

વડોદરાના વાઘોડિયામાં મહિલા પર વીજળી પડી : હોસ્પિટલ પહોંચે એ પહેલા મોત : શોકની લાગણી

ઘરના ધાબા પર મહિલા વરસાદની મજા માણી રહી હતી.ત્યારે અચાનક વીજળી પડતા મહિલા દાઝી

 

વડોદરા :વડોદરાના વાઘોડિયામાં એક મહિલા પર વીજળી પડવાની ઘટના સામે આવી છે. ઘટનામાં વીજળીથી દાઝેલી મહિલાને સરવાર માટે હોસ્પિટલ જતાં પહેલા મોત નિપજ્યું છે. જો કે, એકએક ઘટના બનતા પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી છે

વડોદરાના વાઘોડિયામાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો હતો. તે દરમિયાન આનંદ નગરીમાં વીજળી પડવાની ઘટના બની છે. ઘટનામાં વીજળી પડતા 45 વર્ષીય મહિલાનું મોત નિપજ્યું છે.

ઘરના ધાબા પર મહિલા વરસાદની મજા માણી રહી હતી. તે દરમિયાન અચાનક વીજળી પડતા તે મહિલા દાઝી ગઈ હતી. જો કે, મહિલાને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખેસડવામાં આવી હતી. પરંતુ સારવાર માટે હોસ્પિટલ પહોંચે તે પહેલા મહિલાનું મોત નિપજ્યું હતું. ત્યારે એકાએક ઘટના બનાત સમગ્ર પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

(12:57 am IST)