Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

વલસાડ જિલ્લાના ધરમપુરના રાનપાડા પ્રા.શાળા ખાતે પ્રાર્થના ખંડનું લોકાર્પણ કરાયું

 

(કાર્તિક બાવીશી દ્વારા  )વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના રાનપાડા પ્રા.શાળા ખાતે સ્.મોતીભાઇ પટેલે કરેલી ભૂમિદાન ઉપર નિર્માણ થયેલી શાળા કેમ્પસમાં તેમના પુત્ર સ્.શંકરભાઇ પટેલની પુણ્યતિથી નિમિત્તે ગં.સ્.રૂશનબેન એસ.પટેલ તથા ધારાસભ્ અરવિંદભાઇ પટેલના સહયોગથી બનાવાયેલા સંપૂર્ણ સુવિધાયુક્ પ્રાર્થનાખંડનું લોકાર્પણ કરાયું હતું. અવસરે વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગાનું નિદર્શન કરાયું હતું.  શહીદો માટે બે મીનીટ મૌન રાખી તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. ઉપસ્થિતો માટે માસ્ અને સેનેટાઇઝરની વ્યવસ્થા પણ રાખવામાં આવી હતી.

 

  અવસરે ધારાસભ્ અરવિંદભાઇ પટેલે ભૂમિદાન અને આધુનિક પ્રાર્થના હોલના નિર્માણમાં અનુદાન આપનારા દાતાને બિરદાવી શાળાના વિદ્યાર્થીઓ ઉચ્ શિક્ષણ પ્રાપ્ કરી ગામનું નામ રોશન કરે તેવા આશીર્વચન પાઠવ્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા નિવૃત્ત મુખ્ શિક્ષણ બળવંતસિંહ  રાઠોડ અને શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ જયદિપસિંહ સોલંકી, પૂર્વ ધારાસભ્ જીતુભાઇ ચૌધરી, .પી.એમ.સી.ના. જીવાભાઇ આહિર, અગ્રણી વિજયભાઇ સહિત ગ્રામજનો હાજર રહયા હતા.

(12:02 am IST)