Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

બસ,ફ્લાઈટ કે ટ્રેનની મુસાફરી કરીને આવેલા વ્યક્તિઓને ન રોકવા ગૃહ વિભાગનો આદેશ

ગુડ્ઝ ટ્રકો, વાહનો કે પેસેન્જરની અવરજવર કરતી બસોને પ્રતિબંધ લાગતો નથી

 

ગ્રેટ---

   ફોટો bus  નોટિફિકેશન

અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા તમામ પોલીસ કર્મીઓને મેડિકલ સિવાયની કોઈ પણ પ્રકારની રજા ન લેવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્રીય ગૃહમંત્રાલયના આદેશથી કેન્દ્રીય ગૃહ સચિવે 12 જૂને અનલોક-1 અંગેની જાહેરાત કરી હતી. જે અનુસાર રાતના 9થી સવારના 5 વાગ્યા સુધી વ્યક્તિગત અવરજવર પર પ્રતિબંધ છે. પરંતુ આ સમયગાળા દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ધ્યાનમાં આવ્યું કે વાહનો અને વ્યક્તિઓને અટકાવવામાં આવે છે. જેને પગલે રાજ્યના ગૃહ વિભાગે રાતના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી ગુડ્ઝ ટ્રકો, વાહનો કે પેસેન્જરની અવરજવર કરતી બસોને તેમજ બસ,ફ્લાઈટ કે ટ્રેનની મુસાફરી કરીને આવેલા વ્યક્તિઓને ન રોકવા આદેશ આપ્યો છે. તેમજ આ બાબતે જરૂરી કાર્યવાહી અને સૂચના આપવા વિનંતિ કરી છે.

આ પહેલા 12 જૂનના કેન્દ્રીય ગૃહ સચિવના પત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, રાતના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી વ્યક્તિઓની અવરજવર પર પ્રતિબંધ મુકવાનો હેતુ મોટા પ્રમાણમાં લોકો એકઠા ન થાય અને સોશિયલ ડિસ્ટન્સિગ જળવાય તે છે. આ પ્રતિબંધ માલ વાહક વાહનો કે પેસેન્જરની અવર જવર કરતી બસો તેમજ બસ, ફ્લાઈટ, ટ્રેનની મુસાફરી કરીને આવેલા વ્યક્તિઓને લાગુ પડતી નથી.

(11:02 pm IST)