Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં નવો વિવાદ : પોલીસ તાકીદે તાંબું હટાવી આદીવાસી સમાજની માફી માંગે

આદિવાસી સમાજના અસ્થાના પ્રતીક સમાન મંદિર પાસે તંબુ બાંધતા આક્રોશ

રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના ગામોમાં વધુ એક વિવાદ ઉભો થયો છે થોડા સમય પેહલા જ લોકડાઉનમાં તાર-ફેનસિંગ મામલે વિવાદ થયો હતો તો હાલમાં નર્મદા નિગમ દ્વારા ત્યાંના ખેડૂતો પર પોલીસ કેસ કરાઈ રહ્યા છે એ બાબતનો વિવાદ હજુ તાજો જ છે ત્યાંતો બીજો નવો વિવાદ પેદા થયો છે.એ વિસ્તારમાં એક ટેકરી પર આદિવાસી સમાજની આસ્થાનું પ્રતીક સમાન પવિત્ર મંદિર છે ત્યાં પોલીસે તાંબું બાંધ્યો હોવાથી નવો વિવાદ જન્મ્યો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના કેવડિયા ગામની આદિવાસી મહિલાઓ કેવડિયા નાયબ કલેકટર અને વહીવટીદાર કચેરીએ પહોંચી હતી અને રજુઆત કરતા જણાવ્યું હતું કે કેવડિયાના ડુંગર પર આદિ અનાદિ કાળથી એક ડુંગર છે, જેની પર આદિવાસીઓના આરાધ્ય દેવ બિરાજમાન છે.એ ડુંગર પર પોલીસે તાંબું તાણી આરાધ્ય દેવ આદિવાસીઓના ભગવાનનું અપમાન કર્યું છે, આદિવાસીઓની લાગણી દુભાવી છે. જેથી પોલિસ તત્કાળ આ તાંબું હટાવી આદીવાસી સમાજની માફી માંગે.

 

જો પોલીસનો તાંબું નહિ હટે તો આદીવાસી સમાજની સાથે સાથે સાધુ-સંતો, ભક્તો-મહંતો એમની સામે મોરચો માંડશે અને જવાબદાર અધિકારીઓ સામે કાનૂની કાર્યવાહી કરીશું.અગાઉ 2018ના રોજ કેવડિયા ગ્રામસભાને આ પવિત્ર ડુંગર સાથે છેડછાડ નહિ કરવા સર્વ સંમતિથી ઠરાવ પણ પસાર કર્યો હતો.

આ બાબતે આદીવાસી આગેવાન ડો.પ્રફુલ્લ વસાવાએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનીટી બન્યા બાદ સ્થાનિક આદિવાસીઓની સમસ્યાઓ અને કનડગત દિવસેને દિવસે વધતી જાય છે.પ હેલા સ્ટેચ્યુ ઓફ યુનીટી સુધી જવા આદિવાસી ઓના ઘરો તોડયા, બાદ હોટલો ગેસ્ટહાઉસ વિવિધ પ્રોજેક્ટ માટે લોકોના ઘરો અને ખેતીની જમીનો ખાલી કરાવી.

બાદ સ્ટેચ્યુ ઓફ યુનીટી સત્તામંડળ રચી આદિવાસી પંચાયતોના પાવર ખતમ કરવામાં આવ્યા.આદિવાસીઓની ખેતીની જમીનો પર ખેતી કરતાં રોકવામાં આવ્યા, ખેતી કરનારા ખેડૂતો પર પોલિસ ફરીયાદ કરવામાં આવી રહી છે.ખેત ઓજારો અને બિયારણ પોલિસ જપ્ત કરી રહી છે અને હવે આદિવાસી ઓના ભગવાનો પણ સુરક્ષિત નથી.

(9:17 pm IST)