Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

કરણીસેના દ્વારા અમદાવાદના રિલીફ રોડ ઉપર દુકાનો બંધ કરાવી ચાઇનીઝ પ્રોડકટનો વિરોધ કરાયો

અમદાવાદઃ દેશમાં લદ્દાખ નજીક આવેલી ગલવાન ઘાટીમાં ભારત-ચીનનાં સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ભારતનાં 20 જવાનો શહીદ થયાં બાદ સમગ્ર દેશમાં ચીનની વસ્તુઓ અને મોબાઇલ એપ્લિકેશનથી લઇને ચીનનો સંપૂર્ણપણે બહિષ્કાર થઇ રહ્યો છે. ત્યારે એવામાં સમગ્ર દેશમાં ચીની વસ્તુઓનાં બહિષ્કારને લઇ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જેને લીધે અમદાવાદમાં પણ હાલમાં કરણીસેના દ્વારા શહેરનાં રિલીફ રોડ પર દુકાનો બંધ કરાવીને ચાઇનાની પ્રોડક્ટ્સનો વિરોધ કરાયો.

શહેરમાં કરણી સેનાએએ અમદાવાદનું મોબાઈલનું સૌથી મોટું માર્કેટ કહેવાતું મૂર્તિમંત કોમ્પેલક્ષમાં દુકાનો બંધ કરાવી દીધી હતી. મૂર્તિમંત કોમ્પ્લેક્ષને બંધ કરાવીને કરણી સેનાએ ચાઇનાના મોબાઈલ પાર્ટ્સનાં વેચાણ સામે વિરોધ પ્રદર્શન કર્યો હતો. જો કે બીજી બાજુ કોરોનાની મહામારી વચ્ચે મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ એકઠાં થતાં સોશિયલ ડિસ્ટન્સનાં પણ લીરેલીરા ઉડ્યાં હતાં. પોલીસ પણ મૂકપ્રેક્ષક બની રહી હતી.

જો કે બીજી બાજુ કોરોનાની મહામારી વચ્ચે ખૂબ મોટી સંખ્યામાં કરણી સેનાનાં કાર્યકરો એકઠાં થતા સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા જો કોઇ વ્યક્તિ અહીં કોરોના પોઝિટિવ હશે તો તેનાં અનેક લોકો આ કોરોનાનો ભોગ બની શકે છે. જો કે ઘટના સ્થળે પોલીસ કાફલો ખડકી દેવાયો છે. પરંતુ તેમ છતાં આ સમયે ત્યાં હાજર રહેલી પોલીસ માત્ર તમાશો જોયા વગર કાંઈ જ કરી શકી ન હોતી.

કરણી સેનાનાં કાર્યકારી અધ્યક્ષનું નિવેદન

અમદાવાદનાં રિલીફ રોડ પર ખૂબ મોટી સંખ્યામાં કરણી સેનાનાં કાર્યકરો એકઠાં થયા બાદ કરણી સેનાનાં કાર્યકારી અધ્યક્ષ રાહુલ સિંહ રાજપૂતે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે લોકો આજે આ માર્કેટનાં તમામ વેપારીઓને એક આવેદન આપવા આવ્યાં છીએ કે સરહદ પર આપણાં જવાનો જે રીતે શહીદ થયાં છે તેમના માનમાં હવેથી 2 પૈસા વધુ કમાવવાની લાલચમાં ચાઇનાની કોઇ પણ પ્રોડક્ટનું વેચાણ ના કરાય. જેટલો પણ ચાઇનાનો જૂનો માલ છે તેનું વેચાણ કરી દે અને જો આગામી સમયમાં ચાઇનાનો વધુ માલ ભરશે તો કરણી સેના પોતાના ઓરીજનલ સ્વરૂપમાં આવેદન આપવા ફરી આવશે.

(5:21 pm IST)