Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

સાણંદ જીઆઇડીસીમાં ડાયપર બનાવતી યુનિ ચાર્મ કંપનીમાં ભયાનક આગ ભભૂકીઃ આખી ફેક્‍ટરી ભસ્‍મીભૂત

અમદાવાદઃ સાણંદ GIDC માં એકાએક આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. જેમાં અચાનક કોઇ કારણોસર GIDC માં આગ લાગતા તે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ છે. ત્યારે એવામાં હાલમાં ફાયરબ્રિગેડની ટીમ દ્વારા યુદ્ધનાં ધોરણે આગ પર કાબુ મેળવવાનાં પ્રયાસો હાથ ઘરાયાં છે. હાલમાં આ આગ પર કાબુ મેળવવાનો સંપૂર્ણ પ્રયાસ કરાઈ રહ્યો છે.

ડાયપર બનાવતી યુનિચાર્મ કંપનીમાં એકાએક આગ ભભૂકી ઉઠતા અમદાવાદની આસપાસથી 13 ફાયર ફાઇટર મોકલાયા હતાં. જો કે હજુ સુધી આગ પર કાબુ મેળવી શકાયો નથી. આગનાં આ ધુમાડા 2-2 કિમી દૂર સુધી દેખાતા હતાં. GIDC માં લાગેલી આ આગને કારણે ટ્રાફિક જામ પણ સર્જાઇ ગયો હતો.

જો કે હજુ સુધી આ આગ કેમ લાગી તેનું કારણ જાણી શકાયું નથી. ત્યારે યુદ્ધનાં ધોરણે હાલમાં ફાયર વિભાગની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદની આસપાસથી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબુ મેળવવાનાં પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યાં છે.

ફેક્ટરી ખતમ થઈ ગઈ એવું કહી શકાય: એડિશનલ ચીફ ફાયર ઓફિસર

આ અંગે એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે નિવેદન આપતા જણાવ્યું કે, “આ આગ ખૂબ મોટી છે. AMC અને તેની આસપાસનાં વિસ્તારોમાંથી કુલ 18થી 20 જેટલા ફાયરનાં વાહનો મોકલવામાં આવ્યાં છે. પરંતુ હજી આગ પર કાબુ આવ્યો નથી. આ આગમાં સમગ્ર ફેક્ટરી ખતમ થઈ ગઈ એવું કહી શકાય.

(5:13 pm IST)