Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

નાણામંત્રી સીતારામને સુરત પોલીસ કમિશ્નર સાથે વાત કરી

નવી દિલ્હીઃ સુરતમાં કેનેરા બેન્કના મહિલા કર્મચારી સાથે બેન્કમાં જ પોલીસ કોન્સ્ટેબલે કરેલી મારપીટની ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ નાણામંત્રી સીતારામને સુરત પોલીસ કમિશ્નર સાથે વાત કરી હતી. સીતારામને આ અંગે ટ્વીટ કરી જણાવેલ કે મારા મંત્રાલય દ્વારા સુરતના પોલીસ કમિશ્નર આર.બી. બ્રહ્મભટ્ટ સાથે વાત કરી હતી. પોલીસ કમિશ્નરે ભરોસો આપેલ કે દોષી પોલીસકર્મીને તુરંત સસ્પેન્ડ કરાશે.

(4:29 pm IST)