Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

કોરોનાના સંકટમાંથી સમગ્ર માનવજાતને સલામત પાર ઉતારવા અંબા મા પાસે વાંચ્છાના કરતા વિજયભાઈ- અંજલીબેન

લોકડાઉનની સ્થિતી બાદ પ્રથમવાર અમદાવાદ- ગાંધીનગર બહારના પ્રવાસની શરૂઆત આદ્યશકિત ધામ અંબાજીમાં દર્શન- પૂજનથી કરતા મુખ્યમંત્રીઃ આદ્યશકિત પીઠ અંબાજી જગત જનનીના દર્શન પૂજન કર્યા

અમદાવાદઃ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ બુધવારે વહેલી સવારે આદ્યશકિતમાં અંબાજીના પૂજન અર્ચન કરીને તેમના દિવસનો પ્રારંભ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ કોરોના સંક્રમણ દરમ્યાન ૩ મહિના લોકડાઉનની સ્થિતિ બાદ ગઈકાલે ભગવાન જગન્નાથના દર્શન અને રથયાત્રામાં પહિન્દ વિધિ કર્યા બાદ મોડી સાંજે અંબાજી પહોંચીને બુધવારે સવારે જગદમ્બા માતાજીની મંગલા આરતી કરી પૂજન કર્યું હતું. શ્રીમતી અંજલિબહેન રૂપાણી પણ મુખ્યમંત્રીશ્રી સાથે દર્શન-પૂજનમાં સહભાગી થયા હતા.

મુખ્યમંત્રીશ્રીએ લોકડાઉનની સ્થિતિ બાદ પ્રથમ વાર અમદાવાદ-ગાંધીનગર બહારના તેમના પ્રવાસની શરૂઆતમાં આદ્યશકિત જગત જનનીના દર્શન-અર્ચનથી કરી  છે. તેમણે આદ્યશકિતમાં અંબાજી સમગ્ર માનવજાતને કોરોનાના આ સંકટમાંથી સલામત પાર ઉતારે તેવી મનોકામનાઓની વાંચ્છના કરી હતી.

મુખ્યમંત્રીશ્રી આદ્યશકિતના દર્શન પૂજન બાદ હવે જરૂરિયાત મુજબ પોતાના અન્ય પ્રવાસ પણ શરૂ કરશે.

મુખ્યમંત્રીશ્રીની મા આદ્યશકિત ધામની આ મૂલાકાત વેળાએ આરાસૂરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ અને જિલ્લા કલેકટર શ્રી સંદિપ સાંગલે, જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના જિલ્લા  અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(4:31 pm IST)