Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

વલસાડ જિલ્લાના ઉમરગામ દેહરી ગામે દરિયાકાંઠે સોનાર ઉપકરણ મળી આવતાં સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો

સોનારનો ઉપયોગ સાઉન્ડ નેવિગેશન અને રેન્કિંગ ઉપકરણ તરીકે દરિયાના જહાજોમાં થાય એ

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લાના ઉમરગામ દેહરી ગામે દરિયાકાંઠે એક ઉપકરણ મળી આવતાં સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો પ્રાથમિક દ્રષ્ટિએ મિસાઈલ જેવું દેખાતું આ ઉપકરણ દરિયામાં પાણી સાથે રહેલો સાથે કિનારે આવી ગયું હતું જે સ્થાનિકોએ જોયા બાદ ઘટનાની જાણ પોલીસને કરી હતી અને આ બાબતની ગંભીરતાને ધ્યાને લઇ વલસાડ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સહિત ઉમરગામ દરિયાકાંઠે પહોંચી ગઈ હતી જોકે બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર ઘટનાની ચકાસણી કરતા આ ઉપકરણ સોનાર હોવાનું બહાર આવ્યું છે જેનો ઉપયોગ સાઉન્ડ નેવિગેશન અને રેન્કિંગ ઉપકરણ તરીકે દરિયાના જહાજોમાં કરવામાં આવે છે એટલે કે દરિયામાં ચાલતું પણ અન્ય વાહનની દિશા અને તેની ગતિ ને માપવા માટે અવાજની તીવ્રતા માપી શકે તે માટેનું આ ઉપકરણ ઉપયોગમાં લેવાય છે જે કોઈ જહાજમાંથી છૂટું પડી ઉમરગામના દરિયાકિનારે તણાઈ આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે જોકે પ્રાથમિક દ્રષ્ટિએ લાંબુ પાઇપ જેવું અને મિસાઇલ જેવું જણાતું ઉપકરણ ને જોતા સ્થાનિકોએ કોઈ વિસ્ફોટ હોવાનું જાણી પોલીસને જાણ કરી હતી અને સુરક્ષાની દ્રષ્ટિએ વલસાડ પોલીસ આ સમગ્ર બાબતને ગંભીરતાથી લઈને દોડતી થઇ ગઇ હતી જેને પગલે વહેલી સવારથી ઉમરગામ દરિયાકિનારે પોલીસનો કાફલો જોવા મળ્યો હતો
 

(9:48 pm IST)