Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

યોગ એ વિવિધતામાં એકતાનું પ્રતીક, તંદુરસ્ત જીવનની ચાવીઃ નરેન્દ્રભાઇ સોલંકી

આણંદ જીલ્લામાં નરેન્દ્રબાપુની હાજરીમાં યોગ દિવસની ઉજવણી

 રાજકોટઃ ૨૧ જુન વિશ્વયોગ દિવસની ઉજવણીના ભાગરૂપે રાજય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં વિવિધ જીલ્લાઓમાં વધુ ને વધુ લોકો યોગ દિવસની ઉજવણી કરી શકે અને યોગ વિશે માહીતી મેળવી સ્વસ્થ રહી શકે તે માટેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું હતું. જેના અનુસંધાને ગુજરાત રાજય પછાત વર્ગ વિકાસ નિગમના ચેરમેન શ્રી નરેન્દ્રભાઇ સોલંકીની અધ્યક્ષતામાં આણંદ જીલ્લા ખાતે શાસ્ત્રી નગર વિધાનગર ખાતે  આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કલેકટર દિલીપ રાણા, મહેશભાઈ પટેલ (આણંદ જીલ્લા ના ભાજપ પ્રમુખ), ડો. શીરીષ કુલકર્ણી (વાઇસ ચાન્સેલર –એસ.પી. યુનિવર્સીટી, આણંદ), ડો. એસ. જી. પટેલ (મહામંત્રી-ચરોતર વિદ્યા મંડળ), અમિત પ્રકાશ યાદવ (ડી.ડી.ઓ.- આણંદ), મકરંદ ચૌહાણ (એસ,પી.-આણંદ), પી.સી. ઠાકોર (આર.એ.સી. - આણંદ) સહીતના  અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની  શરૂઆત શ્રી નરેન્દ્રભાઇ સોલંકી દ્વારા  તમામ મહેમાનોનું અભિવાદન તથા દિપ પ્રાગટય દ્વારા કરવામાં આવી હતી.   સિનીયર સીટીઝન દ્વારા યુનીક યોગા પર્ફોમ કરવામાં આવ્યા હતા.  વિદ્યાર્થીઓ અને જનમેદનીએ ૬૦ મીનીટ સુધી યોગા અભ્યાસ કર્યો હતો. સમગ્ર આયોજન યોગા ફોર હાર્ટકેરને ધ્યાને લઇને કરવામાં આવેલ હોવાથી ઉપસ્થિત લોકોને હાર્ટ કેર એટલે કે હૃદયની વધુમાં વધુ સારી રીતે જાળવણી કરી સ્વસ્થ રાખવું તેના વિશે માર્ગદર્શન આપવામાં આવેલ.

  આ તકે પોતાના શાબ્દિક પ્રવચન માં નરેન્દ્રભાઈ સોલંકીએ જણાવેલ કે રાજય સરકારના પ્રતિનીધી તરીકે આણંદ જીલ્લામાં સરકારશ્રી દ્વારા ઉપસ્થિત રહેવાની જવાબદારી સોંપવામાં આવી જેનું મને ગૌરવ છે. આણંદની એતિહાસિક ધરતી પરથી. ઉપસ્થિત સર્વે લોકોને વંદન કરી યોગ દિવસની શુભેચ્છા પાઠવી હતી.  આણંદ જીલ્લાના લોકો એ યોગ પ્રત્યે પોતાની જાગૃતિ અને ઉત્સાહ સાબિત કરી આપ્યું હતું. જેથી યોગના મહત્વને એક અનોખું બળ પ્રાપ્ત થયેલ હતું. વધુમાં તે જણાવેલ કે દરરોજ નિયમિત પણે યોગ કરવાથી કોઈપણ પ્રકારના ચડાવ ઉતારના સમયે પણ સ્વસ્થ જીવન જીવવાની કળા શીખવા મળે છે.  વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સક્રીય પ્રયાસોથી છેલ્લા ૫ વર્ષ થી સમગ્ર ભારત ભરમાં દર ૨૧ જુને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય છે. આપણા ગુજરાતને જયારે સંવેદનશીલ અને પ્રજાવાત્સલ્ય એવા વિજયભાઇ રૂપાણી મળ્યા છે ત્યારે તેના માર્ગદર્શન નીચે આ ઉજવણી થઇ રહી છે. આ વર્ષે યોગા ફોર હાર્ટકેરને ધ્યાને લઈને સમગ્ર ઉજવણીનું આયોજન કરવામાં આવેલ છે. આજના દિવસે સમગ્ર ગુજરાતમાં ૫૦,૦૦૦ થી પણ વધારે જગ્યાઓ પર આશરે દોઢ કરોડથી વધારે લોકો સામુહિક યોગ મહોત્સવમાં જોડાયા છે. 

ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણ પાનુ ઉમેરાયું  છે. સમગ્ર ગુજરાતમાં ૧૫૦ જેટલા વિવિધ ધાર્મીક સ્થળોએ અને પ્રવાસન સ્થળોએ પણ યોગ દિવસ ઉજવાય રહયો છે. જેમા સાધું મહંતો પણ જોડાયા છે. આપણા ગુજરાતનું ગૌરવ એવુ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા કે જે સ્ટેચ્યુ ઓફ યુનીટીથી પ્રચલીત  છે. યોગએ વિવિધતામાં એકતાનું પ્રતીક છે. તંદુરસ્ત જીવનની ચાવી છે.

વર્તમાન સમયમાં માનવીને કોઇને કોઇ પ્રકારનો તણાવ વધતો જતો હોય છે. ત્યારે યોગનો અભ્યાસ સ્વાસ્થ્ય જાળવવામાં ખુબ જ મદદરૂપ થાય છે. યોગા એ ભારતીય સંસ્કૃતિની ખુબજ જુની પરંપરા છે. રૂષીમુનિઓ પણ નિયમીત પણે યોગા કરતા હતા. જે વાતને આજે વિજ્ઞાન પણ સ્વીકારે છે. તેથી જ કહેવત છે કે ''યોગ ભગાવે રોગ''

(4:01 pm IST)
  • ઇન્ટરપોલે આઇએમએ જવેલર્સના સ્થાપક મંસૂર ખાન વિરુદ્ધ બ્લુ કોર્નર નોટિસ જાહેર કરી :મંસૂરખાન પર કરોડોની છેતરપિંડીઓ આરોપ છે access_time 12:52 am IST

  • જામનગરના લાખોટા તળાવની પાળ પાસેથી જિયા નામની 4 વર્ષની બાળકીને કોઈ અજાણી સ્ત્રી ઉપાડી ગયાની પ્રાથમિક આશંકા:લાખોટા તળાવના ગેટ નંબર 4 પરથી ઉપાડી ગઈ છે જે કોઈને જાણ થાય તેને આ નંબર 9377777897 પર સંપર્ક કરવા .અથવા જામનગર સિટી એ ડિવિઝન કંટ્રોલ રુમ 0288-2550200 માં જ‍ાણ કરવા જણાવ્યું access_time 2:56 pm IST

  • ગુજરાત યુનિવર્સિટીની સિન્ડીકેટ ચૂંટણીમાં કોંગ્રેસના ઈન્દ્રવિજયસિંહ ગોહિલ અને ભાજપના સમર્પિત કૌશિક જૈનનો ભારે બહુમતી સાથે વિજય access_time 5:39 pm IST