Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘસવારી :અરવલ્લી,દાહોદ અને કચ્છ જિલ્લામાં વરસાદ

અરવલ્લીના મોડાસા, ડુગરપાડા અન અમલાઇમાં ભારે વરસાદ: દાહોદ, ઝાલોદ અને લિમડીમાં અને કચ્છના નખત્રાણામાં ગાજવીજ સાથે વરસાદ

અમદાવાદ :રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે જોકે અનેક જિલ્લાઓમાં ભારે બફારા વચ્ચે  રાજ્યના અરવલ્લી, દાહોદ અને કચ્છમાં અનેક ઠેકાણે વરસાદ વરસ્યો હતો.

    અરવલ્લીના મોડાસા, ડુગરપાડા અન અમલાઇમાં ભારે વરસાદ પડ્યો છે. વરસાદ વરસતા જ લોકો ખુશખુશાલ થયા હતા જિલ્લાના ગામડાઓમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશહાલી જોવા મળી રહ્યાં છે

દાહોદ જિલ્લાના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ સાંજે વરસાદ વરસ્યો હતો. દાહોદના ઝાલોદ ખાતે વાવાઝોડા સાથે વરસાદ આવ્યો હતો. દિવસભરના ગરમીના માહોલ બાદ સમગ્ર જિલ્લામાં દાહોદ, ઝાલોદ અને લિમડીમાં વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ ઝાલોદમાં જોવા મળ્યો હતો.
રાજ્યના કચ્છમાં પણ વાતાવણરમાં પલટા સાથે નખત્રાણા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. વરસાદના પગલે કચ્છવાસીઓમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી. નખત્રાણામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. આગામી દિવસોમાં રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. .

(11:55 pm IST)
  • જૂનાગઢ મહાનગર પાલિકાની 21મી જુલાઈએ ચૂંટણી :23મી જુલાઈએ મતગણતરી :ગાંધીનગર મનપાના વોર્ડ,ન,3ની પેટાચૂંટણી અને જિલ્લા-તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠકો માટે પણ 21મી જુલાઈએ થશે મતદાન: 6ઠ્ઠી જુલાઈથી ઉમેદવારીપત્ર રજૂ કરી શકાશે :9મીએ ઉમેદવારીપત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ access_time 7:03 pm IST

  • હોમગાર્ડ રોકી રોન્ગ સાઈડમાં જતી કાર :ભાજપના નેતાએ માર્યો લાફો :બોનેટ પર ચડાવીને ઢસડ્યો : હરિયાણાના રેવાડીના ભાજપ નેતા સતીશ ખોડાની દબંગાઈ :હોમગાર્ડના જવાનને કારના બોનેટમાં ચડાવીને ઢસડ્યો access_time 1:18 am IST

  • ગુજરાત યુનિવર્સિટીની સિન્ડીકેટ ચૂંટણીમાં કોંગ્રેસના ઈન્દ્રવિજયસિંહ ગોહિલ અને ભાજપના સમર્પિત કૌશિક જૈનનો ભારે બહુમતી સાથે વિજય access_time 5:39 pm IST